વલસાડ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આયોજન અંગે બેઠક મળી
વલસાડ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત તા.૧૫/૮/૨૦૨૧ના રોજ વાપી ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક મળી હતી.
આ બેઠકમાં સ્વાતંત્ર્ય પર્વે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારાઓને સન્માનિત કરવા, વૃક્ષારોપણ, કાર્યક્રમ સ્થળે પીવાનું પાણી, મુખ્ય મહેમાનો અને પ્રજાજનો માટેની બેઠક વ્યવસ્થા, સાઉન્ડ વ્યવસ્થા કરવા બાબતે સંબંધિત અમલીકરણ અધિકારીઓ સાથે પરામર્શ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, નિવાસી અધિક કલેક્ટર એન.એ.રાજપૂત સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

No comments