Translate

વાપી માંથી એમ.ડી. ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

વાપી માંથી એમ.ડી. ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ-4.5 કિલો. એમ.ડી. ડ્રગ્સ અને 85 લાખની રોકડ સાથે બે ડ્રગ્સ ઉત્પાદકો ઝડપાયા.



NCB(નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો) નું વાપીમાં ઓપરેશન ગાંધીનગર કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હસ્તક કાર્યરત NCB (નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો)ના ઈન્ટેલીજેન્સના અધીકારીના ટીમે આજે વાપીમાં ડરોડા પાડીને MD ડ્રગ્સ બનાવવતી ફેક્ટરી ઝડપી લીધી છે. આ ફેક્ટરી માંથી 4.5 કિ.લો. MD ડ્રગ્સ ડીલીવરી કરવા જઈ રહ્યુ હતુ તે પહેલા જપ્ત કરી લેવાયુ છે. NCB ના અધિકારીઓની ટીમે વાપીમાંથી 85 લાખની રોકડ જપ્ત કરી છે MD ડ્રગ્સનું ઉત્પાદન અને તેની હેરાફેરી કરવાની સડયંત્રમાં પ્રકાશભાઈ પટેલ અને સોનુ રામનિવાસની ધરપકડ કરવામાં આવી છે. NCBના અમદાવાદ અધિકારીઓ વાપીની આ ફેક્ટરી અને આરોપીઓના નિવાસ સ્થાન ઉપર છેલ્લા 20 કલાલ દરમીયાન સતત વોચ રાખવામાં આવી હતી.4.5 કિ.લો MD ડ્રગ્સ ડીલીવરી માટે વાપીની ફેક્ટરીમાંથી બહાર નિકળી રહ્યુ હતુ તે વખતે NCBની ટીમે દરોડા પાડી જપ્ત  કર્યુ હતુ.

No comments