Translate

વલસાડ પોલીસે 3 કોસ્મેટિક દુકાનો મા રેડ પાડી ડુપ્લીકેટ પ્રોડક્ટ જપ્ત કરી.

 


વલસાડ પોલીસે આજરોજ સહેર ની 3 કોસ્મેટિક દુકાનો માં રેડ પાડી ડુપ્લીકેટ કોસ્મેટિક ની પ્રોડક્ટ જપ્ત કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. અને ત્રણે દુકાન દરોની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી શરૂ કરી છે. વલસાડ માં થોડા દિવસો પેહલા શહેર ના રામવાડી વિસ્તાર માં ડુપ્લીકેટ બ્રાન્ડ ના કાપડ વેચતા વેપારી ને ત્યાં દરોડા પડિયા હતા જેમાં અંદાજે 27 લાખ થી વધુ નો માલ કબ્જે કર્યો હતો. આ બનાવ બાદ આજરોજ વલસાડ સી.ટી પોલીસ પણ હરકત મા આવી ગયા બાદ ગ્રાહકો સાથે છેતરપીંડી તેમજ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારી ઓની ધરપકડ કરી હતી. જેમાં વલસાડ શહેર ના સ્ટેડિયમ રોડ સ્થિત પાયલ કોસ્મેટિક, વેલકમ કોસ્મેટિક, અને દુલહન કોસ્મેટિક દુકાન માં રેડ પાડી હતી. જેમા લેકમે સ્કિન ક્રીમ પ્રોડક્ટ ની ડુપ્લીકેટ પ્રોડક્ટ વેંચતા હોવાનું સામે આવતા પોલીસ એ કરી કાર્યવાહી હાથ ધરી હતી. અને દુકાનના માલિકો ની કરી ધરપકડ કરી હતી. અને ત્રણે દુકાન માલિકો પાશે થી અંદાજે રૂપિયા 28 હાજર નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ ની કાર્યવાહી બાદ કેટલાક ડુપ્લીકેટ કોસ્મેટિક વેચતા વેપારીઓ માં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. અને પોલીસે પણ પોતાની કામગીરી ગુપ્ત રાહે સરૂ કરી છે. અને આગામી દિવસો માં વધુ ચેકીંગ હાથ ધરવામાં આવનાર હોવાની માહિતી મળવા પામી છે.







No comments