તા.૮મીને રવિવારે માત્ર બીજો ડોઝ વેકસીન અપાશે
ફકત વેપારીઓ માટે ૧૧ સ્થળોએ કોવીશીલ્ડનો પ્રથમ ડોઝ અપાશે
સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલી કોરોના મહામારીના નિયંત્રણ માટે કોવિડ-૧૯ રસીકરણ અભિયાન અંતર્ગત રવિવાર, તા.૦૮/૦૮/૨૦૨૧ ના રોજ સમગ્ર જિલ્લામાં ૧૦૯ સેન્ટર ઉપર લાભાર્થીઓને કોવિડ-૧૯ વેક્સિનનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે, જ્યારે ૧૧ સેન્ટરો ઉપર પ્રથમ ડોઝ કોવિશિલ્ડ ફક્ત વેપારીઓને આપવામાં આવશે સેશન સાઈટની માહિતી www.valsaddp.gujarat.gov.in અથવા www.panchayat.gujarat.gov.in વેબસાઈટ ઉપર જોઈ શકાશે. પ્રથમ ડોઝ માટે લાભાર્થીઓનું રસીકરણ તા.૦૮/૦૮/૨૦૨૧ ના રોજ કરવામાં આવશે નહીં. વેપારીઓ માટે વલસાડ, પારડી, ઉમરગામ અને ધરમપુર દરેક તાલુકામાં બે સેન્ટરો જ્યારે વાપીમાં ત્રણ સેન્ટરો પ્રથમ ડોઝ કોવીશીલ્ડ વેકસીન અપાશે. તેમજ બીજા ડોઝમાં વલસાડ તાલુકામાં ૧૫, પારડીમાં ૯, વાપીમાં ૧૪, ઉમરગામમાં ૨૦, ધરમપુરમાં પ અને કપરાડામાં ૬ સેન્ટરો ઉપર કોવીશીલ્ડ વેક્સીન જ્યારે વલસાડ તાલુકામાં ૫, પારડીમાં ૫, વાપીમાં ૭, ઉમરગામમાં ૧૫, ધરમપુરમાં ૪ અને કપરાડામાં ૪ સેન્ટરો ઉપર કોવેક્સિનના ડોઝ આપવામાં આવશે, એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

No comments