તા.૨પમીએ વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે સ્પેશિયલ રસીકરણ કેમ્પ યોજાશે
વલસાડ જિલ્લામાં ૬પ સ્થળોએ ૯ હજાર ડોઝ કોવિડ-૧૯ વેકસીનેશન કરાશે
સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલી કોરોના મહામારીના નિયંત્રણ માટે કોવીડ-૧૯ રસીકરણ અભિયાન અંતર્ગત વાણિજિયક એકમો સાથે સંકળાયેલા લાભાર્થીઓને પ્રથમ ડોઝ સુનિશ્ચિત થઈ શકે તે હેતુસર તા.૨૫ જુલાઈ, ૨૦૨૧ને રવિવારના રોજ વલસાડ જિલ્લામાં વિવિધ ૬૫ સ્થળોએ સ્પેશિયલ કેમ્પ યોજાશે.
જે અનુસાર વલસાડ તાલુકામાં ૨૮ સ્થળોએ ૩પ૦૦ ડોઝ, પારડી તાલુકામાં ૬ સ્થળોએ ૮૦૦ ડોઝ, વાપી તાલુકામાં ૧૪ સ્થળોએ ૨૩૦૦ ડોઝ, ઉમરગામ તાલુકામાં ૯ સ્થળોએ ૧પ૦૦ ડોઝ, ધરમપુર તાલુકામાં પાંચ સ્થળોએ પ૦૦ ડોઝ અને કપરાડા તાલુકામાં ૩ સ્થળોએ ૪૦૦ ડોઝ મળી કુલ ૬પ સ્થળોએ ૯૦૦૦ ડોઝ વેકસીનેશનનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરાયું છે.
જે અંતર્ગત તમામ દુકાનો, વાણિજિયક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્ષ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ, અઠવાડીક ગુજરી/ બજાર/ હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધીઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓને આવરી લેવામાં આવશે. આ રસીકરણ માટે આધાર કાર્ડ/ સરકાર માન્ય અન્ય ફોટો પુરાવો અને ધંધાકીય પુરાવો સાથે લાવવાનો રહેશે, એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

No comments