વલસાડ તાલુકા ના હરિયા ગામ ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીનેશન મહાઅભિયાન શરૂ કરાયું..
કોવિડ મહામારી એ સમગ્ર વિશ્વ સહિત ભારત દેશ ના જનજીવન ને માઠી અસર કરી છે ત્યારે ભારત દેશ ના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા દેશના લોકો ની સ્વાસ્થ્ય ની ચિંતા કરી વેકસીનેશન મહાઅભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત વલસાડ તાલુકાના હરિયા ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન નો શુભારંભ કરવામાં આવ્યું હતું.
આ તબબકે વલસાડના પ્રાંત અધિકારી શ્રી નિલેશભાઈ બી. કુકડિયા , વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ , વલસાડ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જીગીત્સાબેન પટેલ , વલસાડ જીલ્લા પંચાયત સભ્ય શ્રી ધવલભાઈ પટેલ હાજર રહ્યા હતા...


No comments