વલસાડ શહેરના કોળી પટેલ સમાજ વાડી ખાતે વિશ્વ યોગ દીન ની ઉજવણી કરાઈ..
વલસાડ ભારતીય જનતા પાર્ટી તેમજ મહિલા પતંજલી યોગ સમિતિ વલસાડ દ્વારા વિશ્વ યોગ દિન નિમિત્તે વલસાડ કોળી પટેલ સમાજના હોલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ વલસાડ ના ધારાસભ્ય શ્રી ભરતભાઈ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના કોષાઅધ્યક્ષ શ્રી રાજેશભાઈ ભાનુશાલી, વલસાડના પ્રભારી શ્રી કટારીયા,ગુજરસ્ત પ્રદેશ કારોબારી સભ્ય અને ડાંગ જિલ્લાના પ્રભારી શ્રીમતી સીતાબેન નાયક, વલસાડ નગરપાલિકા ના પ્રમુખ શ્રમતી કિન્નરીબેન પટેલ,વલસાડ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન પટેલ,વલસાડ ના મામલતદારશ્રી મનસુખભાઇ વસાવા,વલસાડ તાલુકાના પ્રભારી શ્રી હિતેશભાઈ ભંડારી સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી યોગ કરી વિશ્વ યોગ દિનની ઉજવણી કરી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલા પતંજલી યોગ સમિતી તેમજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉપપ્રમુખ શ્રીમતી પ્રીતિબેન પાંડે અને એમની ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું...


No comments