વલસાડ જિલ્લાના સહેલાણીઓ/પ્રવાસીઓ ઉત્તરાખંડમાં ફસાયા હોઈ કે ફરવા ગયા હોય તો વહીવટીતંત્રને જાણ કરો
વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી આર.આર રાવલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર હાલની ઉત્તરાખંડમાં પુરની ઘટનાને ધ્યાનમાં લેતાં અગર વલસાડ જિલ્લાના કોઈ રહેવાસીઓ/ સહેલાણીઓ ત્યાં ફસાયેલા હોય કે ફરવા ગયા હોય તો તાત્કાલિક એમની માહિતી અત્રેના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમના નંબર ૦૨૬૩૨-૨૪૩૨૩૮, ૨૪૦૨૧૨ અથવા ૧૦૭૭ ઉપર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત મામલતદારશ્રી ડિઝાસ્ટરના મોબાઇલ નં. ૬૩પપ૯૬૧૬૩૨, નાયબ મામલતદારશ્રીના મો.નં. ૯૨૬પ૦૨પ૭૯૧ અથવા ડીપીઓશ્રીના મો.નં. ૮૮૪૯૦૦૦૩૯૭ ઉપર પણ સંપર્ક કરી શકાશે.

No comments