સુરત મનપામાં 'આપ'ની એન્ટ્રીને કેજરીવાલે જણાવી ગુજરાતમાં રાજનીતિની નવી શરૂઆત
સુરતમાં કોંગ્રેસના સફાયા સાથે આમ આદમી પાર્ટીનો જન્મ થઈ ગયો છે. ગુજરાતની રાજનીતિમાં નવું નામ એટલે આમ આદમી પાર્ટીનું ઉભરીને આવ્યું છે. જો કે, સમગ્ર મનપાની ચૂંટણીમાં શીરમોર તો ભાજપ જ રહી છે. પરંતુ સુરતમાં ભાજપની જીત છતાં ચર્ચાનો મુદ્દો આમ આદમી પાર્ટી છે. ત્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને સંબોધિને ટ્વીટ કર્યું છે. સાથે સુરતમાં AAPની જીત બાદ સુરતની મુલાકાત પણ નક્કી કરી દીધી છે. 25 ફેબ્રુઆરીએ કેજરીવાલ સુરત આવશે. સુરતમાં અરવિંદ કેજરીવાલ રોડ-શો કરશે.
સુરત મનપામાં ભાજપનો ફરી પ્રવેશ થઈ ગયો છે. પરંતુ ભાજપ માટે આ વખતે વિરોધી પક્ષ તરીકે કોંગ્રેસ નહીં પણ આમ આદમી પાર્ટી છે. ગુજરાતમાં સુરતના રસ્તેથી રાજનીતિની શરૂઆત કરનાર આમ આદમી પાર્ટીએ સુરતવાસીઓને કહ્યું Thank You...સુરતમાં સવારથી ભાજપ સાથે આમ આદમી પાર્ટીની પેનલ પણ વિજય પ્રાપ્તી તરફ આગળ વધી રહી હતી. જો કે, સી.આર પાટીલનો ગઢ કહેવાતા સુરતમાં અંતે ભાજપે પોતાનું અસ્તિત્વ કાયમ રાખ્યું છે. સુરતમાં AAPના કાર્યકરોએ કેક કાપીને ઉજવણી કરી છે. સુરત મનપામાં AAPને 27 બેઠક મળી છે.

No comments