Translate

સુખાલાની  શિક્ષિત ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં લોકોને કોરોનાથી સુરક્ષિત રહેવા અપીલ કરી માસ્ક વિતરણ કરી અનોખું ઉદાહરણ પૂરું પાડી રહી છે.

 



વલસાડ જિલ્લા સહિત  કપરાડા તાલુકાના ઇતિહાસમાં પ્રથમવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ દ્વારા  સુખાલા ગામની 23 વર્ષની માસ્ટર ઓફ સાયન્સ સાથે પોષ્ટ ગ્રેજ્યુએટ થયેલી અને પી.એચ.ડી.ની તૈયારી કરી રહેલી  શિક્ષિત પરિવારની કુંજાલી દિપક ભાઈ પટેલને ટિકિટ ફાળવવામાં આવી છે.કપરાડા તાલુકાના ઇતિહાસમાં પ્રથમવાર વિજ્ઞાન પ્રવાહમાં અનુસ્નાતક યુવતીને ટિકિટ ફાળવવામાં આવી છે.હાલે ચૂંટણી પ્રચારમાં પણ કુંજાલી ડોર ટુ ડોર પ્રચાર માં લોકોને કોરોનાથી બચવા માસ્ક,સેનિતાઈઝરનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટનસનો પાલન કરવા આહવાન કર્યું હતું.સાથે માસ્ક આપી મતદાન સમયે પણ માસ્કનો ઉપયોગ કરવા અપીલ કરી રહી છે.
પત્રકારો સાથેની વિશેષ વાતચીતમાં કુંજાલી પટેલે જણાવ્યું કે શિક્ષણને અવરોધતા પરિબળોને શોધી દૂર કરવા,ઓન લાઈન શિક્ષણને નડતરરૂપ નેટવર્ક સમસ્યાને દૂર કરવી, શિક્ષિત યુવા વર્ગ રાજકારણ માં આગળ આવે સહિતના મારા મુખ્ય મુદ્દાઓ છે.

No comments