શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે રાજ રાજેશ્વરી વિદ્યામંદિર, છરવાડા-વાપી ખાતે કુમાર પ્રભાતદેવજી સીસોદીયા મેમોરીયલ હોલ અને શ્રી મુરવાજી સાહેબના સ્ટેચ્યુનું અનાવરણ
વલસાડ જિલ્લાના વાપી સ્થિત રાજ રાજેશ્વરી વિદ્યામંદિર ખાતે કુમાર પ્રભાતદેવજી સીસોદીયા મેમોરીયલ હોલ લોકાર્પણ અને શ્રી મુરવાજી સાહેબના સ્ટેચ્યુનું અનાવરણ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર વિભાગના મંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે મંત્રીશ્રી અને મહનુભાવોની ઉપસ્થિતિમાં છરવાડા ગામે ભારતવીલા ગાર્ડન ટાઉનશીપ ખાતે આવેલા અર્વાચીન શ્રી વડેશ્વર -નાગેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર પણ કરાયો હતો.
આ અવસરે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સૌને મકરસંક્રાતિના પવિત્ર પર્વનીની શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, સમાજ જીવનમાં જે કોઇ શ્રેષ્ઠ કામગરી કરે તેની યાદગીરી હંમેશા માટે રહે તે માટે તે વ્યક્તિએ પોતાના સમાજ કે દેશ માટે આપેલા ભોગ અને કરેલ ત્યાગની કદર અવશ્ય કરવી જોઇએ. આપણી જન્મભૂમિ અને કર્મભૂમિ કયાં હશે તે ઇશ્વરના હાથમાં છે, ત્યારે સમાજના માટે સારું કરવાની સાથે શિક્ષણ પ્રત્યે સમાજ પ્રત્યે સાચી ભાવના રાખી સમાજમાં શિક્ષણ માટે સતત સક્રિય રહેલા હિંમતસિંહ જાડેજા અને તેમની ટીમ અભિનંદનને પાત્ર છે. જાહેર સ્થળોએ મહાનુભાવોની પ્રતિમા તેમના સારા કાર્યોને કારણે પ્રસ્થાપિત કરવામાં આવી હોવાનું જાણીને ભાવિ પેઢીને તેમાંથી સારાં કાર્યો કરવાની પ્રેરણા મળે છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલને આજે તેમણે દેશહિત માટે કરેલા કાર્યો અને બલિદાનોને કારણે આખું વિશ્વ યાદ કરે છે. વિકસિત દેશોની સરખામણીમાં આપણો વિકાસશીલ દેશ કોરોના સામેની લડાઇમાં સૌથી અગ્રેસર રહયો છે. આ સફળતાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદૃષ્ટિને જાય છે. કોરોના સંક્રમણ સામે પૂરતી તકેદારી રાખીને ધોરણ ૧૦, ૧૨ની શાળાઓ શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં તબક્કાવાર અન્ય ધોરણોની શાળાઓ શરૂ કરવામાં આવશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. લોકડાઉનથી આજદિન સુધી રાજ્ય સરકારના અનેક વિભાગોએ તેમના જીવના જોખમે અવિરત જવાબદારી નિભાવી પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું છે, જે ખરેખર અભિનંદનીય છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ વલસાડ કલેક્ટર આર.આર.રાવલ છે.
આ કાર્યક્રમમાં પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, વલસાડ કલેક્ટર આર.આર.રાવલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા, અગ્રણી ગિરીરાજસિંહ જાડેજા, માુભાઇ રાઉત, પારૂલબેન દેસાઇ, મહેશભાઇ ભટ્ટ, જીતેશભાઇ પટેલ, હિતેશભાઇ ફળદુ, ગીતાબેન પટેલ, મિતેશ દેસાઇ, પરેશભાઇ દેસાઇ, રાજપૂત સમાજ અગ્રણીઓ, શાળા પરિવાર વગરે હાજર રહયા હતા.

No comments