Translate

વલસાડ જિલ્લાના ક્રિકેટરો નો સૈયદ ડોમેસ્ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટ માં ઉત્કૃષ્ટ દેખાવ

 

હાલે દેશના અલગ અલગ સ્થળોએ રમાય રહેલી  સૈયદ મુસ્તાક અલી ટી/૨૦ ટુર્નામેન્ટ ના  પ્રથમ રાઉન્ડમાં  વલસાડ જિલ્લાના 2 ખેલાડીઓએ   બોલિંગ માં દબદબો બતાવી વલસાડ જિલ્લા અને બીડીસીએનું ગૌરવ વધાર્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ૧૦ જાન્યુઅરીથી સૈયદ મુસ્તાક અલી ટી/૨૦ક્રિકેટ  ટુર્નામેન્ટ ના પ્રથમ લીગ રાઉન્ડના અંતે ગુજરાત તરફથી રમતા વલસાડના  બીડીસીએના  ક્રિકેટર અરઝાન નગવાસવાલાએ  ૬ વિકેટ લઈને બોલિંગમાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને તથા  અરુણાચલ પ્રદેશ તરફથી રમતા વલસાડ તાલુકાના રાબડા ગામના માનવ પટેલએ  4 વિકેટ લઈને સમગ્ર ભારતમાં દ્વિતીય સ્થાને રહ્યા છે. આમ સૈયદ મુસ્તાક અલી ટી/૨૦ ટુર્નામેન્ટ ના પ્રથમ રાઉન્ડ ને અંતે બોલિંગમાં  પ્રથમ તથા દ્વિતીય સ્થાને વલસાડના બંને ક્રિકેટરો એ સ્થાન જમાવીને વલસાડ નું તથા બલસાર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનનું નામ સમગ્ર ભારતમાં રોશન કર્યું છે. હાલે ફરી જિલ્લાના ખેલાડીઓ એ સિદ્ધિ  મેળવતા બી ડી સી એ  વલસાડ ના હોદ્દેદારો ગર્વની લાગણી અનુભવે છે તથા તેઓને અભિનંદન પાઠવે છે.

No comments