Translate

વલસાડમાં કોવિદ-૧૯ના નિયમોના ભંગ બદલ ૩.૨૭ લાખના દંડ વસુલાયો

 


વલસાડ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલે રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારની માર્ગદર્શિકાનું ચુસ્‍તપણે પાલન કરવા સૂચના આપી છે. આ સૂચનાઓનું પાલન નહીં કરતા લોકો પાસેથી તા.૨૦મી નવેમ્‍બરના રોજ ૨૬૬ કેસોમાં રૂા.૩.૨૭ લાખના દંડની વસુલાત કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકા દ્વારા ૨૧ કેસોમાં રૂા.૨૧ હજાર, પોલીસ વિભાગ દ્વારા ૨૦૫ કેસોમાં ૨.૦૫ લાખ, જિલ્લા પંચાયત દ્વારા ૨૬ કેસોમાં ૨૬ હજાર અને આર.ટી.ઓ. દ્વારા ૧૪ કેસોમાં ૭૫ હજારના દંડનો સમાવેશ થાય છે.


No comments