Translate

કોરોનાના સંક્રમણને ધ્‍યાને રાખી તહેવારો બાદ કોવિદ-૧૯ માટે વલસાડ જિલ્લાનો એકશન પ્‍લાન

 


રાજયમાં વધી રહેલા કોવિદ-૧૯ના સંક્રમણને ધ્‍યાને રાખી જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ તહેવારો બાદ કોવિદ-૧૯ની કામગીરી માટે  વલસાડ જિલ્લા માટે એકશન પ્‍લાન તૈયાર કરવામાં આવ્‍યો છે. જેમાં તહેવાર બાદ મેડીકલ બુથ દ્વારા સ્‍વૈચ્‍છિક તપાસ કરાવવા માંગતા લોકોનું સ્‍ક્રીનિંગ તેમજ વેન્‍ડરોનું એન્‍ટીજનટેસ્‍ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તેને ચાલુ રાખવામાં આવશે. જે મુજબ વલસાડ તાલુકામાં રામવાડી, શહિદચોક અને નવરંગ પાર્કિંગ, પારડી તાલુકામાં પારડી બજાર, વાપી તાલુકામાં ડાભેલ ચેકપોસ્‍ટ, ઝંડાચોક, પીરમોરાલેક, અંબામાતા મંદિર, ગુંજન, ભડકમોરા ચાર રસ્‍તા, ચણોદ કોલોની- ગાર્ડન, લવાછા ચેકપોસ્‍ટ અને છીરી બજાર, ઉમરગામ તાલુકામાં ગ્રામ પંચાયત-ભીલાડ, બજારમાં મુખ્‍ય શાળા પાસે સોળસુંબા, સ્‍કુલ પાસે ઉમરગામ ટાઉન અને સરીગામ બજાર, ધરમપુર તાલુકામાં જુની એસ.એમ.એસ સ્‍કુલ પાસે અને કપરાડા તાલુકામાં નાનાપોંઢા ચારરસ્‍તા પાસે કરવામાં આવશે. 

આ ઉપરાંત મોટી દુકાનો, શોરૂમોને કોવિદ-૧૯ની  ગાઈડલાઈનનું ચુસ્‍તપણે પાલન કરે તેની તકેદારી રાખવા જણાવવામાં આવ્‍યું છે. જેમાં કામ કરતા કર્મચારીઓનું સ્‍ક્રીનિંગ અને રેન્‍ડમલી એન્‍ટીજન ટેસ્‍ટિંગ તેમજ સોશિયલ ડિસ્‍ટન્‍સ જળવાઈ રહે તે માટે તાકીદ કરવામાં આવી છે. 

તહેવારો બાદ ડાભેલ, વાઘલધરા, ભીલાડ, લવાછા, ચેકપોસ્‍ટ ઉપર મેડીકલ ટીમ દ્વારા સ્‍કીનિંગ કામગીરી ચાલુ છે, જરૂર જણાયે એન્‍ટીજનટેસ્‍ટની કામગીરી કરવામાં આવશે. જિલ્લા કક્ષાએથી કોવિદ રેપિડ એકશન ટીમ બનાવવામાં આવી છે. જેના દ્વારા બજાર વિસ્‍તારમાં કોવિદ-૧૯ ગાઈડલાઈન ભંગ બદલ દુકાન/ મોલ/ શોપિંગ સેન્‍ટર/ હોટલ/ ચા-નાસ્‍તાની લારી/ શાકભાજીની લારીના માલિકોને નોટીસ પાઠવવાની કામગીરી તહેવારો બાદ પણ ચાલુ રાખવામાં આવશે. આ બાબતે  કુલ-૧૦૭ વોર્નિંગ નોટીસો પણ આપવામાં આવી છે. 

 દરેક પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અને સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે કોવિદ-૧૯ માટે રેપિડ એન્‍ટીજન અને આર.ટી., પી.સી.આર ટેસ્‍ટ કરવામાં આવી રહી છે. વલસાડ અને વાપી શહેરી વિસ્‍તારોમાં મોબાઈલ ટીમ દ્વારા કોવિડ અંતર્ગત કામગીરી કરવામાં આવશે. જે લોકો દિવસ દરમ્‍યાન નોકરી/ ધંધા અર્થે ગામ બહાર જતા હોય તેઓ નિયમિત સર્વેની કામગીરીમાં મળી શકતા નથી તેમના માટે નાઈટ સર્વેની કામગીરી પણ ચાલુ છે. બધા તાલુકાઓમાં આ નાઈટ સર્વેની કામગીરી તા.૧૯/૧૧/૨૦૨૦થી શરૂ કરવામાં આવી છે.

 તિથલ, વિલ્‍સનહિલ, ઉમરગામ જેવા પ્રવાસન સ્‍થળો ખાતે આરોગ્‍ય, પંચાયત, પોલીસની સંયુક્‍ત ટીમ બનાવી બુથ પર તેમજ મોબાઈલ કામગીરી ક૨વામાં આવી ૨હી છે. જેમાં લોકોનું કોવિડ-૧૯ માટે સ્‍કીનિંગ. જરૂર પડે એન્‍ટીજન ટેસ્‍ટ, પ્રવાસન સ્‍થળોએ ઊભા કરેલા બુથ પર સ્‍ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. માસ્‍ક વગર કોઇને પણ પ્રવેશ આપવામાં આવતો નથી. તેમજ રોજે રોજ માસ્‍ક ન પહેરનારને દંડ પણ કરવામાં આવી રહ્યો છે. આવા પ્રવાસન સ્‍થળોએ આવતા વાહનો જેમા નિયત ક૨તાં વધુ લોકો બેસાડવામાં આવેલ હોય તેના માટે આર.ટી.ઓ. દ્વારા ટીમોનું ગઠન કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 લાભ પાંચમ પછી વતન ગયેલા અને પરત થનાર ફેકટરી વર્કરોનું સ્‍ક્રીનિંગ અને જરૂર જણાય ત્‍યા એન્‍ટીજન ટેસ્‍ટિંગ કરવામાં આવશે. આ બાબતે નક્કી કરેલા એસ.ઓ.પી. મુજબ કાર્યવાહી થાય તે માટે ફેકટરી ઈન્‍સ્‍પેક્‍ટર, જી.આઈ.ડી.સી. નોટીફાઈડ એરીયા સાથે મળી કામગીરી શરૂ કરવામાં આવી છે.

 વલસાડ શહેરમાં ૧૦ અને વાપી શહે૨માં દિવસ દ૨મિયાન  પાંચ અને રાત્રે ત્રણ ધન્‍વંતરી ૨થ દ્વારા કોવિડ અંતર્ગત કામગીરી કરવામાં આવશે.



No comments