Translate

૧૮૧ કપરાડા વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.આર.રાવલે નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

 


ભારતના ચૂંટણીપંચ, નવીદિલ્‍હી દ્વારા ગુજરાત વિધાનસભાની ૧૮૧ કપરાડા (અ.જ.જા) વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૦ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલે કલેકટર કચેરીના સભાખંડમાં ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી આર.આર.રાવલે ચૂંટણી નિષ્‍પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે બાબતે આદર્શ આચારસંહિતાનું ચુસ્‍ત પણે પાલન થાય તે માટે ભારતીય ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ અનુસરવા જણાવ્‍યું હતું. તેમણે એ.આર.ઓ તેમજ નોડલ અધિકારીઓ સાથે તેમના દ્વારા ચૂંટણીલક્ષી કરવાની કામગીરી બાબતે જરૂરી સૂચનો પણ કર્યાં હતાં. ફલાઇંગ સ્‍કવોડ, સ્‍ટેસ્‍ટીક સર્વેલન્‍સ ટીમ, એકાઉન્‍ટીંગ ટીમ, વાહન વ્‍યવસ્‍થા, ચેકપોસ્‍ટ ઉપર વાહનોનું ચેકિંગ, કોવિદ-૧૯ને ધ્‍યાને રાખીને ચૂંટણી કામગીરી મતદાનની જાણકારી દરેક લોકો સુધી પહોંચાડવા  સ્‍વીપની કામગીરી, હથિયારો જમા કરાવવા, કાયદો અને વ્‍યવસ્‍થા, સ્‍ટેશનરી તેમજ ચૂંટણી અંગેની રોજે-રોજની માહિતી સમયસર મોકલવા તેમજ ચૂંટણી અંગેની દરેક  મંજુરીની વિગતો સંલગ્ન વિભાગોને જાણ કરવા  જણાવ્‍યું હતું. 

આ બેઠકમાં  જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, પોલીસ અધિક્ષક ડો.રાજવીરસિંહ, નિવાસી અધિક કલેકટર શ્રી એન.એ.રાજપૂત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી.એન.ચૌધરી, પ્રાંત અધિકારીશ્રીઓ, અમલીકરણ અધિકારીઓ  હાજર રહ્યા હતા.


No comments