Translate

૧૮૧-કપરાડા (અ.જ.જા.) વિધાનસભા પેટાચૂંટણી-૨૦૨૦ સંદર્ભે રાજય ચૂંટણીપંચ દ્વારા વીડીયો કોન્‍ફોરન્‍સ યોજાઇ

 


૧૮૧-કપરાડા (અ.જ.જા.) વિધાનસભા પેટાચૂંટણી-૨૦૨૦ સંદર્ભે  રાજય ચૂંટણીપંચ દ્વારા વીડીયો કોન્‍ફોરન્‍સ કલેકટર કચેરીના કોન્‍ફોરન્‍સ હોલ ખાતે યોજાઇ હતી. આ કોન્‍ફોરન્‍સમાં   કોવિદ-૧૯ને અનુલક્ષીને  ચૂંટણી યોજવા અંગેની ઝીણવટભરી બાબતો, કાયદો વ્‍યવસ્‍થા મતદાનની તૈયારીઓ, કન્‍ટેઇન્‍મેન્‍ટ ઝોન, ખર્ચની બાબતો, મોકપોલ સહિતની ચૂંટણી પ્રક્રિયાની વિગતોની ચર્ચા કરવામાં આવી હતી.

કોન્‍ફોરન્‍સ બાદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આર.આર.રાવલે કપરાડા વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે રીવ્‍યુ બેઠક કરી  કોવિદ-૧૯ની ગાઇડલાઇન અનુસાર સામગ્રી, મતદાન મથકો, પોલીંગ સ્‍ટાફ, પોલીસ સ્‍ટાફ, રીસીવીંગ સેન્‍ટરની તૈયારીઓ, વાહનો,સમયસર રીર્પોટીંગ,મોકપોલ, ઝોનલ અધિકારીઓની કામગીરી તેમજ ચૂંટણીપંચની ગાઇડલાઇન અનુસાર ચૂંટણી પ્રક્રિયા વિશે  ચર્ચા કરી જરૂરી સુચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી અધિક કલેકટર શ્રી એન.એ.રાજપૂત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડી.એન.ચૌધરી, કપરાડા વિધાનસભા ચૂંટણી અધિકારી શ્રી વી.સી.બાગુલ સહિત અમલીકરણ અધિકારીશ્રીઓ હાજર રહયા હતા.


No comments