Translate

વલસાડ LCBએ આઇસર ટેમ્પોમાં દવાના પુઠાના બોક્ષની અંદર દારૂ લઇ જતા ટેમ્પો ચાલક ની કરી ધરપકડ

 


પોલીસ અધિક્ષકશ્રી . ડો . રાજદીપસિંહ ઝાલા નાઓની સુચના મુજબ શ્રી . ડી.ટી.ગામીત પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. વલસાડ નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી . જી.આઇ.રાઠોડ તથા એ.એસ.આઇ. મહેશ રાવણ , હે.કો. વિજય માધવરાવ તથા પો.કો. તેજપાલસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. ભુપેન્દ્રસિંહ જેમુભા નાઓ પારડી પો.સ્ટે . વિસ્તારમાં પ્રોહી ગુન્હા અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.કો. તેજપાલસિંહ મહેન્દ્રસિંહ નાઓને અંગત બાતમીદારોથી મળેલ બાતમી હકિકત મળેલ કે , દમણ ડાભેલ , આમરણ ફળીયા , ખાતે રહેતા પ્રતિક ધીરૂભાઇ પટેલ તથા આકાશ ધીરૂભાઇ પટેલ નાઓએ એક આઇસર ટેમ્પામાં દમણ ખાતેથી આઇસર ટેમ્પામાં પ્રોહી જથ્થો ભરી સુરત તરફ જવા રવાના કરેલ છે . તે બાતમીના આધારે બગવાડા ટોલનાકા , ને.હા.નં. ૪૮ , મુંબઇ થી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર વોચમાં હતા તે દરમ્યાન બાતમીના હકિકતવાળો આઇસર ટેમ્પો નંબર GJ - 15 - AV - 1869 નો આવતા ટેમ્પાને રોકી રોડની સાઇડમાં લઇ તેના ચાલકને સાથે રાખી બોડીના ભાગે બાંધેલ તાડપત્રી ખોલી જોતા બોડીના ભાગે હેલ્થકેર મેડ ઇન ઇન્ડીયા નામના ( કોરોનાની ) દવાના પુઠાના બોક્ષની અંદર દારૂના બોક્ષો મુકેલ હોય તે ખોલી જોતા વગર પાસ પરમીટની ઇગ્લીશ દારૂની વ્હીસ્કીની બોટલો નંગ -૧૧૩૫૨ , કિ.રૂ. ૧૦,૭૫,૨૦૦ / - નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ . સદર પ્રોહી મુદ્દામાલ તથા આઇસર ટેમ્પાની કિ.રૂ. ૭,૦૦,૦૦૦ / - તથા મોબાઇલ નંગ – ૧ , કિ.રૂ. ૫,૦૦૦ / - તથા રોકડા રૂ . ૧૫૦૦ / મળી કુલ્લે કિ.રૂ. ૧૭,૮૧,૭૦૦ / - ના મુદ્દામાલ સાથે આરોપી દિલીપ પ્રભુ રાય રહે .



 હાલ સોમનાથ , ભુપેન્દ્રનગર , સેલો કંપનીની પાછળ , ઇશ્વરભાઇ પટેલની ચાલમાં , નાની દમણ તાબે દમણ મુળ રહે . બિહાર નાઓને પકડી પાડી તથા ઉપરોકત બન્ને માલ ભરાવનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરૂધ્ધ પો.કો. તેજપાલસિંહ મહેન્દ્રસિંહ નાઓએ પારડી પો.સ્ટે.માં ફરીયાદ આપેલ છે . આગળની વધુ તપાસ પોલીસ સબ ઇસ્પેકટરશ્રી . પારડી પો.સ્ટે . નાઓ કરી રહેલ છે . આમ પોલીસને ગુહમરાહ કરવા તેમજ હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહેલ હોય તેનો ફાયદો લઇ દવાના બોક્ષોમાં પ્રોહી મુદ્દામાલ લાવી ગુજરાત રાજયમાં ઘુસાડવા માટેના નવતર મોડસ ઓપરેન્ડીનો પર્દાફાસ થયેલ છે .

No comments