વલસાડના નવરાત્રી ગરબા આયોજકો તથા ગરબાપ્રેમીઓ માટે અગત્યની સૂચના
હાલના વિશ્વવ્યાપી કોરોના મહામારી ના દિવસો તથા હાલમાં આપણા દેશ તથા રાજ્યમાં વધતા જતા કોરોના ના દર્દીઓ ને ધ્યાનમાં રાખી તથા વલસાડના ગરબા પ્રેમીઓ ના સ્વાસ્થ્ય ને ધ્યાન રાખી આજરોજ વલસાડ ના તમામ મોટા ગરબા આયોજકોએ સર્વાનુમતે આગામી નવરાત્રી ના દિવસો માં ગરબા નું આયોજન નહિ કરવાનો નિર્ણય લીધેલ છે.
જનહિતમાં સર્વાનુમતે લેવામાં આવેલ અમારો આ નિર્ણય વલસાડના ગરબા કલાસીસના આયોજકો તથા ગરબા પ્રેમીઓ આવકારશે એવી અપેક્ષા છે. જો કોઈ સંજોગોમાં આગામી દિવસોમાં ગુજરાત સરકાર દ્વારા નવરાત્રીના આયોજન માટે મંજુરી આપવાનો નિર્ણય લેવામાં આવશે તો પણ વલસાડ માં અમે નવરાત્રી ગરબાનું આયોજન કરવાના નથી જે આપસૌ ગરબાપ્રેમીઓને વિદિત થાય.
લિ.
(1) ગોકુલ ચેરીટેબલ ટ્રસ્ટ-વલસાડ (આવાંબાઈ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ)
(2) રાઈઝિંગ ચેરીટેબલ ટ્રસ્ટ- વલસાડ(મોઘાભાઈ હોલ)
(3) અનાવિલ પરિવાર-વલસાડ(શ્રી પાર્ટી પ્લોટ)

No comments