વલસાડ જિલ્લાનો વરસાદ
વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં તા.૧૬/૮/૨૦૨૦ના રોજ સવારે ૬-૦૦ કલાકે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન કપરાડા તાલુકામાં ૧૭૧ મી.મી. એટલે કે ૬.૭૩ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉમરગામ તાલુકામાં ૪૮ મી.મી., ધરમપુર તાલુકામાં ૬૦ મી.મી., પારડી તાલુકામાં પ૪ મી.મી., વલસાડ તાલુકામાં ૩૪ મી.મી. અને વાપી તાલુકામાં ૪૦ મી.મી. વરસાદ નોંધાયો છે.
મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો ઉમરગામ તાલુકામાં ૧પ૪૦ મી.મી. (૬૦.૬૩ ઇંચ), કપરાડા તાલુકામાં ૧૩૧૩ મી.મી. (૫૧.૬૯ ઇંચ), ધરમપુર તાલુકામાં ૧૦૨૧ મી.મી. (૪૦.૨૦ ઇંચ), પારડી તાલુકામાં ૯૮૦ મી.મી. (૩૮.૫૮ ઇંચ), વલસાડ તાલુકામાં ૧૩૩૪ મી.મી. ( પ૨.૫૨ ઇંચ) અને વાપી તાલુકામાં ૧૧૧૭ મી.મી. (૪૩.૯૮ ઇંચ) વરસાદ નોંધાયો છે. આમ મોસમનો સરેરાશ ૧૨૧૭.૫૦ મી.મી. એટલે કે ૪૭.૯૩ ઇંચ વરસાદ વરસી ચૂકયો છે.
જ્યારે તા.૧૬/૮/૨૦ના રોજ સવારે ૬-૦૦ થી સાંજના ૪-૦૦ વાગ્યા દરમિયાન ઉમરગામ તાલુકામાં ૦૨ મી.મી., કપરાડા તાલુકામાં ૧૬ મી.મી., ધરમપુર તાલુકામાં ૭૭ મી.મી., પારડી તાલુકામાં ૦૧ મી.મી., વલસાડ તાલુકામાં ૦૫ મી.મી. અને વાપી તાલુકામાં ૦૦ મી.મી. વરસાદ નોંધાયો છે.

No comments