Translate

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન

 


ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સોમવારે નિધન થયું છે. પ્રણવ મુખર્જી છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તેના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વિટર પર આની જાણકારી આપી છે.

તેમના પુત્રએ ટ્વિટ કરતા લખ્યું છે કે, ભારે હ્રદય સાથે તમને જણાવી રહ્યું છું કે મારા પિતા પ્રણવ મુખર્જીનું નિધન થયું છે. આરઆર હોસ્પિટલના ડોક્ટરો અને દેશવાસીઓની પ્રાર્થના અને દુવા છતાં તેમનું નિધન થયું છે. તમારા બધાનો આભાર.



84 વર્ષીય મુખર્જીને બ્રેન ક્લોટ સર્જરી માટે 10 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સર્જરી પહેલા તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. તેમની તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તેમની તબીયતમાં કોઈ સુધારો આવ્યો ન હતો.

પ્રણવ મુખર્જી ભારતના 13માં રાષ્ટ્રપતિ હતા અને તેઓ 2012થી 2017 સુધી આ પદ પર રહ્યા હતા. તેઓ કોંગ્રેસના કદાવર નેતાઓમાં સામેલ હતા. મોદી સરકારે તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનીત કર્યા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા પ્રણવ મુખર્જી 2018મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય નાગપુરમાં તેમના એક કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા.

No comments