Translate

વલસાડ ઉદ્યોગ કેન્દ્રનો ક્લાર્ક 1.40 લાખની લાંચ લેતા ઝડપાયો - valsad

 


વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જુનિયર ક્લાર્ક અશોક ચાવડા રૂપિયા 1.40 લાખની લાંચ લેતા ACB ના છટકા માં ફસાયા. પ્રાપ્ત થતી વિગત અનુસાર આ કામના ફરીયાદી મહેશ સેવંતીલાલ શાહ. એ તેના 73aa જમીનના કામ અર્થે આરોપી અશોકભાઈ ગાંડાલાલ ચાવડા ઉ.વ. ૫૨ નોકરી – જુનીયર કલાર્ક, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, માં ફરજ બજાવે છે જે હાલ રહે. સ્નેહ રમણપાર્ક, મકાન નં.૧૯/૨, ગોકુલધામ સોસાયટીની પાછળ, ધરમપુર રોડ, વલસાડ. જેઓ દ્વારા ફરિયાદી પાસેથી લાંચની માંગણીની રકમ :- ૧,૪૦,૦૦૦/- કરેલ હતી જે અનુસંધાને ફરિયાદીએ ખોટી રીતે માંગણી કરેલ રૂપિયા આપવા ઇચ્છતાના હોય જેથી ACB ને સાથે રાખી ટ્રેપ ગોઠવ્યું હતું આ કામના ફરીયાદીશ્રી મહેશ સેવંતીલાલ શાહ. ૭૩AA પ્રકારની ૨૩ એકર જમીન કુલ અલગ –અલગ ૯ સર્વે નંબરોવાળી વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાનાં તુમ્બી ગામે ખરીદ કરવા સારૂ લખાણ કરેલ હોય, જે જમીન વેચાણ પરવાનગી માટે ખેડુતો દ્વારા અલગ-અલગ ૯ અરજીઓ જીલ્લા પંચાયત કચેરી વલસાડ ખાતે કરવામાં આવેલ. જે પૈકી ૭ સર્વે નંબરોની ફાઈલો N.O.C. મેળવવા જિલ્લા પંચાયત કચેરી દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં મોકલવામાં આવેલ હતી. આ કામ આરોપી દ્વારા પુરૂ કરી આપવામાં આવેલ હતુ. પરંતુ ૨ ફાઈલો હજુ બાકી હોય, જેથી એક ફાઈલના રૂા. ૨૦,૦૦૦/- લેખે ૭ ફાઈલનાં કુલ રૂા.૧,૪૦,૦૦૦/- લાંચની માંગણી આક્ષેપિત દ્વારા કરવામાં આવેલી. ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતાં ન હોય, જેથી ફરીયાદીએ નવસારી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે લાંચનુ છટકુ ગોઠવતા આરોપીએ લાંચની રકમ રૂા. ૧,૪૦,૦૦૦/- લાખની લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યો હતો.

No comments