Translate

સેવાસેતુ કાર્યક્રમમાં દોઢ વર્ષના દેવાંશ પટેલને મળ્‍યો ‘આધાર'


   પારદર્શી પ્રશાસન માટે પ્રતિબધ્‍ધ રાજય સરકાર દ્વારા પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા
માટે રાજ્‍યભરમાં ચાલી રહેલા સેવાસેતુ કાર્યક્રમના ભાગરૂપે પારડી તાલુકાના ડુમલાવ ખાતે સેવાસેતુ
કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દોઢ વર્ષના દેવાંશ પટેલના આધાર કાર્ડ માટે એનરોલમેન્‍ટ કરવામાં
આવ્‍યું હતું. ચાર સભ્‍યોના નાનકડા કુટુંબમાં માતા મીનાબેન પટેલ ગૃહિણી છે અને પિતા મનોજભાઇ
કેમીકલ કંપનીમાં સુપરવાઇઝર છે. મીના બહેન જણાવે છે કે, દેવાંશનો આધારકાર્ડ કઢાવવાનો હતો,
પરંતુ દોઢ વર્ષના દિકરાને લઇને કચેરીઓમાં જવું મુશ્‍કેલ હતું. એમના પિતાને નોકરીમાં રજા ન
મળવાના કારણે આધાર કાર્ડ કઢાવવાનો બાકી રહી જતો હતો. પરંતુ જ્‍યારે સેવાસેતુ અમારા જ ગામમાં
યોજવામાં આવશે એવી ખબર પડતા મનોમન હાશકારો અનુભવ્‍યો હતો. આજે સેવાસેતુમાં મારા
દિકરાનો આધારકાર્ડ મળી જતા ખૂબ આનંદ થયો છે. આ ઉપરાંત જાતિ-આવકના દાખલા, રેશનકાર્ડને
લગતા કામો, વિધવા સહાય, લર્નિગ લાયસન્‍સ જેવી વિવિધ યોજનાને લગતા અનેક કામો આજે
સેવાસેતુ કાર્યક્રમ હેઠળ ઝડપથી પૂર્ણ થયા છે. સરકારની આ સુવિધાનો લાભ આસપાસના ગામના અનેક
લોકોએ પોતાના ઘર આંગણે મેળવ્‍યો છે.

No comments