Translate

વલસાડ કલેક્‍ટર કચેરી ખાતે ભારતીય બંધારણ દિવસ ઉજવણી અવસરે શપથ લેવાયા


     ભારતીય બંધારણને ૭૦ વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ તેની ઉજવણી કરવાની કરેલી જાહેરાતના અનુસંધાને વલસાડ કલેક્‍ટર કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે નિવાસી અધિક કલેકટર એન.એ.રાજપૂત, પ્રાંત અધિકારી સહિત કલેક્‍ટર કચેરીના અધિકારી/ કર્મચારીઓએ બંધારણના આમુખનું વાંચન કરી શપથ લીધા હતા.
બંધારણીય દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્‍દ્ર સરકાર દ્વારા બંધારણ અને મૂળભૂત ફરજો વિષય ઉપર વિશેષ કેમ્‍પેઇન કરી સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ અંગે પ્રજાજનો માહિતગાર કરવાનું આયોજન કરાયું છે. ભારતીય બંધારણને તા.૨૬/૧૧/૧૯૪૯ના રોજ ડૉ.બાબાસાહેબ આંબેડકરના અધ્‍યક્ષ હેઠળની ભારતીય બંધારણ સભા દ્વારા સ્‍વીકારાયું હતું. ભારતનું બંધારણ ઘડવામાં ડૉ.બાબાસાહેબ આંબેડકરનું મહત્ત્વનું યોગદાન હતું.વિશ્વના તમામ દેશના બંધારણ કરતાં મોટું અને લિખિત બંધારણ છે. ભારતીય બંધારણમાં ભારતના લોકો સાર્વભૌમિકતા, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક, ગણતંત્ર, ન્‍યાય, સ્‍વતંત્રતા, સમાનતા, બંધુત્‍વ, બિનસાંપ્રદાયિકતા, અખંડિતતા જેવી અનેક મહત્ત્વની બાબતોનો સમાવેશ કરાયો છે. 

No comments