ARDF અતુલ દ્વારા કોચવાડા ગામમાં ચિલ્ડ્રન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ
સામાજીક કાર્યોમાં અગ્રેસર અને સામુદાયિક વિકાસ માટે પ્રતિબદ્ધ સંસ્થા અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ (ARDF) દ્વારા ગ્રામીણ બાળકોનાં કલ્યાણ અને સર્વાંગી વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં રૂપે આજે વલસાડ જિલ્લાનાં કોચવાડા ગામમાં નવા બાળઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેનું ઉદ્ઘાટન આજરોજ અતુલ કંપનીનાં જનરલ મેનેજર શ્રી ગૌતમભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં વલસાડનાં તાલુકા વિકાસ અધિકારી શ્રી રાજેશભાઈ ધનખડ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી અંકિતભાઈ ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મીનાબેન ઠાકોર, શ્રી સંજયસિહ ઠાકોર, વલસાડ ખેડૂત સમાજ આગેવાન શ્રી રૂપેશભાઈ પટેલ,ભારતીય જનતા પાર્ટીના તાલુકા મહામંત્રી શ્રી સ્નેહલભાઈ પટેલ, કોચવાડા ગામનાં સરપંચ શ્રી અવિનાશભાઈ પટેલ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
ગામનાં સરપંચશ્રી અવિનાશભાઈ પટેલે સંસ્થાની ગ્રામીણ સામાજીક માળખાને વિકસાવવાની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતા બાળકો માટે આનંદદાયક વાતાવરણ પૂરું પાડવા બદલ ગ્રામજનો વતી ARDF અને અતુલ કંપની પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

No comments