Translate

અતુલ કંપની દ્વારા ગ્રામજનો માટે સેફ્ટી ટ્રેનિંગનું આયોજન

 

વલસાડ નજીક અતુલ ગામમાં આવેલી અતુલ લિમિટેડ| કંપની દ્વારા દર વર્ષે આજુબાજુનાં ગામોમાં ગ્રામજનોમાં સુરક્ષા અંગે જાગૃત િ લાવવાનાં હેતુથી સેફ્ટી અંગે તાલીમનું આયોજન કરવામાં આવે છે. આવી સેફ્ટી અંગેની તાલીમ આજરોજ બીનવાડા ગામમાં રાખવામાં આવી હતી. જેમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. આ ટ્રેનિંગમાં અતુલ| કંપનીનાં સેફ્ટી મેનેજર શ્રી પરિમલ શાહ દ્વારા કંપનીમાં વાપરવામાં આવતા કેમિકલ્સ, તેની માનવ શરીર પર થતી અસર,કટોકટીનાં સમયે લેવાના પગલાં અને કંપનીનાં સુરક્ષાનાં સાધનો તેમજ કંપની દ્વારા લેવામાં આવતા સલામતીનાં પગલાંઓ, ઓનસાઈટ અને ઓફ સાઈટ ઈમરજન્સી પ્લાન્સની સરળ ભાષામાં સમજૂતી આપવામાં આવી હતી. ઘરેલુ સુરક્ષામાં શોર્ટસર્કીટ થી આગ લાગે કે ગેસ સીલીન્ડર લીકેજ વગેરે સંજોગોમાં સુરક્ષા કેવી રીતે રાખવી| અને ગેસનાં વપરાશ દરમિયાન રાખવાની સાવધાનીઓ તેમજ રોડ સેફ્ટી અને હેલ્મેટનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. ગામનાં હાજર રહેલા નાગરિકો અને ઉપસરપંચ શ્રી બંટીભાઈએ આવી ઉપયોગી માહિત િ આપવા બદલ અતુલ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો.

No comments