Translate

વાપીની શ્રી એલ જી હરિઆ મલિ્ટપર્પઝ શાળા મા "કલાકાર| -2025"અંતર્ગત પોસ્ટર સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું.

 વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા મા આઠમુ આંતરસ્કુલ "કલાકાર -2025"અંતર્ગત પોસ્ટર સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપીની તેમજ આજુબાજુના વિસ્તારની સત્તર જેટલી શાળાઓના અેકસો બે જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનો શુભારંભ આચાર્યા શ્રીમતી બીની પૌલ અને આમંત્રિત નિર્ણાયક શ્રી મહેન્દ્ર રાઠોડ ના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો. ત્યારબાદ શાળા ના બાળકો દ્વારા મંગલમય પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું. પોસ્ટર સ્પર્ધા માટે આવેલ સ્પર્ધકો ને ગૃપ પ્રમાણે અલગ- અલગ વિષય આપવામાં આવ્યા હતા. જેમાં ગૃપ-1 ધોરણ 7-8 માટે વારલી આર્ટસ, ગૃપ-2 ધોરણ 9-10 માટે મા પ્રેમ નુ પ્રતિક અને ગૃપ -3 ધોરણ 11-12 માટે ઇન્ટરનેટ વિના નો એક દિવસ ઓફ લાઈન પણ જીવંત જેમાં સ્પર્ધકોએ પોતાની યોગ્યતા મુજબ સુંદર પોસ્ટર બનાવ્યા હતા. જેમાંથી નિર્ણાયક શ્રી મહેન્દ્ર રાઠોડ અને કલ્પેશ ભગતે દરેક ગૃપમા ત્રણ વિજેતા ઘોષિત કર્યા હતા. જેમા ગૃપ-1મા જસ્ટી પટેલ - વલ્લભ આશ્રમ એમ જી એમ અમીન એન્ડ વી એન સવાણી સ્કુલ પારડી પ્રથમ ક્રમે ,દ્વિતીય ક્રમે જીયા અમીન - સ્વામી નારાયણ સ્કુલ ચલા અને તૃતિય ક્રમે રીતી સાવલિયા - શ્રીમતી સાન્દાબેન શ્રોફ જ્ઞાનધામ સ્કુલ વાપી રહી હતી. ગૃપ -2મા પ્રથમ ક્રમે યુકતા રાઠોડ - લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કુલ સરીગામ, દ્વિતીય ક્રમે ક્રિશી તૃષાર શાહ - સ્વામી નારાયણ સ્કુલ ચલા અને તૃતિય ક્રમે વેદા દેશપાંડે - શ્રી વલ્લભ સંસ્કારધામ સ્કુલ પારડી રહી હતી. જ્યારે ગૃપ -3મા પ્રથમ ક્રમે મન સુરતી - સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કુલ, દ્વિતીય ક્રમે પંજવી ટચક - સાન્દાબેન શ્રોફ જ્ઞાનધામ સ્કુલ વાપી તેમજ તૃતિય ક્રમે ટિયા પટેલ - લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કુલ સરીગામ રહી હતી. શાળા ના ટ્રસ્ટી ગણ શ્રી ઉજ્જવલ શુકલા એસ એમ સી ચેરમેન, શ્રી રાજેન્દરપાલ સીંગ મારવાહ એસ એમ સી મેમ્બર તેમજ શ્રી કૃષ્ણાનંદ હેબલે-એસ એમ સી મેમ્બર પોતાનો અમૂલ્ય સમય ફાળવી ઉપસ્થિત રહયા હતા. જેમના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર તેમજ પ્રથમ વિજેતા ને પંદરસો રૂપિયા પુરસ્કાર, દ્વિતીય વિજેતા ને હજાર રૂપિયા પુરસ્કાર અને તૃતિય વિજેતાને પાંચસો રૂપિયા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.અંતે શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા તેમજ કાર્યક્રમ ની સફળતા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.



No comments