અતુલ ખાતે ક્રિકેટ કોચિંગ સમર કેમ્પ ૨૦૨૫ ની પૂર્ણાહૂતિ
ઉલ્હાસ જીમખાના અતુલ ખાતે તા.૮-૬-૨૦૨૫ રવિવારનાં રોજ ક્રિકેટ કોચિંગ સમર કેમ્પની પૂર્ણાહૂતિ અને સર્ટિફિકેટ વિતરણમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૨૦ એપ્રિલ થી તા.૧૦ જૂન ૨૦૨૫ સુધી ટોટલ ૪૫ દિવસ સુધી ચાલેલા કેમ્પની માહિતિ આપતા ઉલ્હાસ જીમખાનાનાં જનરલ સેક્રેટરી શ્રી જે. ડી. પટેલે જણાવ્યું હતું કે આ કેમ્પમાં ધરમપુર, વલસાડ,પારડી,ઉદવાડા,સેલવાસ,વાપી,અતુલ અને તેની આજુબાજુનાં ગામોમાંથી કુલ ૨૨૭ છોકરાઓ અને ૨૬ છોકરીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં સિનિયર અને અનુભવી કોચ શ્રી મિનેશ પટેલ,કેતન આહીર,અભિનવ ટંડેલ,આદિત્ય ગોપાલ,જયેશ સોલંકી,રોહન દેસાઈ,જતિન માસ્તર, હની પટેલ, તેજસ પટેલ,પ્રીત કડાવાલા,અનુપ નેગી તથા અન્ય કોચો દ્વારા ક્રિકેટને લગતી તમામ ટ્રેનિંગો આપવામાં આવી હતી.
ત્યારબાદ ક્રિકેટ કોચિંગ કેમ્પનાં બાળકો વચ્ચે અંડર -૧૨, ૧૫,૧૬,૧૯ એવી ઘણી મેચો રમાડવામાં આવી હતી. સાથે સાંઈ એકેડેમી સુરત, જોન્સન એકેડેમી રાનકૂવા ચીખલી, રોયલ એકેડેમી વાપી વચ્ચે પણ મેચો રમાડવામાં આવી હતી. ગુજરાત રણજી ટ્રોફી તથા ભારત દેશમાં ક્રિકેટ ક્ષેત્રે પ્રતિનિધિત્વ કરવા બદલ યસ પટેલ, તેજસ પટેલ,અભિનવ ટંડેલ, હની પટેલ, વિકાસ માહલા,ફેનિલ પટેલ જેને હાલમાં અંડર-૧૯ ઈન્ડિયાની ટીમમાં સીલેક્ટ થવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા.મનોરંજન કરવા બદલ નયન મ્યુઝીકલ પાર્ટીનાં સિંગર ડિમ્પલબેન,સતીષભાઈ, નયનભાઈ,નેહલભાઈ,હાર્દિકભાઈ, ગિરિશભાઈ, ચેતનાબેન,ભાવિકાબેન, તથા આશિષભાઈની પણ બાળકો માટે વિનામૂલ્યે મનોરંજન પૂરૂ પાડવા બદલ શ્રી જે ડી પટેલે સરાહના કરી હતી. અંતમાં કોચિંગ કેમ્પમાં ભાગ લીધેલ બાળકોને ઉલ્હાસ પ્રેસિડન્ટ શ્રી ગદરે સર, સુધાકર શેટ્ટી સર,જનરલ સેક્રેટરી શ્રી જે ડી પટેલ,કોચ ગણ દિલિપભાઈ પટેલ તથા વાલીઓનાં શુભ હસ્તે સર્ટિફિકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
No comments