Translate

ઉદવાડાના દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન

 

    વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનાં ભાગરૂપે અને જનજાગૃતિ અર્થે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વાપી , ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યૂટ ગાંધીનગર, અતુલ લિમિટેડ અને વેલ્સ્પૂન કંપનીના સંયુક્ત પ્રયાસરૂપે ગત રોજ ઉદવાડા ગામના દરિયા કિનારાની સફાઇનુ આયોજન  કરવામા આવેલ હતુ. જીપીસીબીના અધિકારી શ્રી ઈન્દ્રવદનભાઈ પટેલ,શ્રી વિપુલભાઈ પ્રજાપતિ, શ્રી કેવલભાઈ મહેતા, શ્રી પિયૂષભાઈ જાદવ, શ્રી હરિશભાઈ ગામીત,  અતુલ લિમિટેડના વાઈસ પ્રેસિડન્ટ શ્રી હ્રદયભાઈ દેસાઇ, અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વેલસ્પૂન કંપનીનાં અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામા હાજર રહી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવ્યુ હતુ. ભેગા થયેલા પ્લાસ્ટિક કચરાનો અતુલ કંપની દ્વારા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયો હતો

No comments