Translate

વલસાડ ઓવરબ્રીજના ગર્ડર ચઢાવવાની કામગીરી અર્થે તા. ૨૮ મી મે થી તા. ૧ લી જૂન, ૨૦૨૫ સુધી ઓવરબ્રીજ બંધ રહેશે


 વલસાડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વલસાડ ઓવરબ્રીજના રેલવે પોર્શનમાં ગર્ડર ચઢાવવાની તથા એને સંલગ્ન કામગીરી કરવામાં આવનાર છે જેથી વલસાડ ઓવરબ્રીજ તા. ૨૮ મી મે થી તા. ૧ લી જૂન, ૨૦૨૫ સુધી રેલવે વિભાગ દ્વારા ફાળવેલ સમય મુજબ બંધ રહેશે. જે અનુસાર (૧) તા. ૨૮-૦૫-૨૦૨૫- સમયઃ- ૧૧.૦૦ કલાકથી ૧૪.૦૦ કલાક (૨) તા. ૨૯-૦૫-૨૦૨૫- સમયઃ- ૧૫.૦૦ કલાકથી ૧૭.૩૦ કલાક (૩) તા. ૩૦-૦૫-૨૦૨૫- સમયઃ- ૧૫.૦૦ કલાકથી ૧૭.૩૦ કલાક (૪) તા. ૩૧-૦૫-૨૦૨૫- સમયઃ- ૧૧.૦૦ કલાકથી ૧૩.૩૦ કલાક (૫) તા. ૦૧-૦૬-૨૦૨૫- સમયઃ- ૧૧.૦૦ કલાકથી ૧૩.૩૦ કલાક

        આ સમય દરમિયાન વાહનોને અવરજવર માટેના વૈકલ્પિક રસ્તાઓ પરથી અવરજવર કરી શકશે જે મુજબ સુરતથી આવવા/જવા માટે વિકલ્પ કુંડી ફાટકથી દશેરા ટેકરી થઇને વલસાડ આવવુ/જવું(તમામ પ્રકારના વાહનો) નાના વાહનો માટે રેલવે ગરનાળા થઇ ગુંદલાવ ચોકડી સુધી(ટુ વ્હીલર ને ફોર વ્હીલર) તમામ પ્રકારના વાહનોને ધરમપુર ચોકડીથી વશીયર- સીવીલ થઇ વલસાડ આવવાનું રહેશે. પારડી/વાપીથી આવતા વાહનોને નેશનલ હાઇવે ૪૮ થી વલસાડ આવવા માટે પારનેરા વશીયર સિવીલ થઇ વલસાડ આવવાનું રહેશે. 

         ઉપરોકત વિગતો ધ્યાને લઇ તમામ વાહન ચાલકોએ પાોતાને અનુકૂળ રૂટ પર વાહન વ્યવહાર કરી ટ્રાફિક જામ ન સર્જાય તે માટે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.


No comments