Translate

વલસાડમાં હજયાત્રીઓ માટે સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ


 આગામી દિવસોમાં હજયાત્રામાં મક્કા મદીના જનાર મુસ્લિમ યાત્રાળુઓ માટે વલસાડ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 


તા. ૨૯ એપ્રિલ ૨૦૨૫થી શરૂ થનાર હજયાત્રા તા. ૧૫ જુલાઈ ૨૦૨૫ના રોજ પૂર્ણ થશે. હજયાત્રીઓની સ્વાસ્થ્ય માટે જરૂરી ઈન્જેક્શન મેનીન્જો કોકલ અને ઓરલ પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. જ્યારે ૬૦ વર્ષથી વધુ વયજૂથ ધરાવતા યાત્રીઓને આ સિવાય વધુ એક ઈન્જેકશન ઈનફ્લુઈન્જા મુકવામાં આવ્યું હતું. વલસાડ ડાંગ જિલ્લા હજ કમિટીના ફિલ્ડ ટ્રેનર રફીકભાઈ વોરાએ જણાવ્યું કે, જિલ્લામાં અંદાજે ૧૯૦ મુસ્લિમ બિરાદરોનું હજયાત્રા માટે રજિસ્ટ્રેશન થયુ છે. જેમાંથી આજે મંગળવારે સિવિલ હોસ્પિટલમાં ૧૬૯ યાત્રીઓની વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય ખાતાના કર્મીઓએ ખડેપગે સેવા આપી હતી. 




No comments