Translate

અતુલ ફાઉન્ડેશન દ્વારા માનસિક રોગોથી પીડીત દર્દીઓને સહાય કરવામાં આવી

 

વલસાડનાં અબ્રામા ખાતે કાર્યરત આત્મવિશ્વાસ વિદ્યાલયની સ્થાપના 2006માં થઈ હતી. જે માનસિક આરોગ્ય સંબંધિત વિકારોથી પીડિત વ્યક્તિઓને અનુભવી ડૉક્ટરો,સાઈકોલોજિસ્ટ અને કાઉન્સેલરોનાં માર્ગદર્શન હેઠળ દરેક વ્યક્તિની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ મનોવૈજ્ઞાનિક થેરાપી, સંગીત થેરાપી વગેરે દ્વારા સારવાર પૂરી પાડે છે.તેમણે આજદિન સુધી કુલ 276 વ્યક્તિઓની સફળ સારવાર કરી છે. આમાંથી 226 દર્દીઓ સાજા થઈ તેમના દૈનિક જીવનમાં પરત આવ્યા છે. હાલમાં તેઓ તેમની દેખરેખમાં માં 50 દર્દીઓને સારવાર આપી રહ્યા છે.

અતુલ ફાઉન્ડેશન દ્વારા CSR પ્રવૃતિઓ અંતર્ગત અતુલ અને આસપાસનાં વિસ્તારોમાં જરૂરિયાતમંદોને અનેક સેવાઓ પૂરી પાડવામાં આવે છે. વલસાડનાં અબ્રામા ખાતે કાર્યરત આત્મવિશ્વાસ વિદ્યાલય દ્વારા પોતાના દર્દીઓની સુવિધા માટે જરૂરી વસ્તુઓ આપવા માટે અતુલ ફાઉન્ડેશનને વિનંતિ કરવામાં આવી હતી. જે અતુલ ફાઉન્ડેશનનાં સુશ્રી સ્વાતિબેન લાલભાઈએ માન્ય રાખી ૧૦૦ બેડશીટ, ૫૦ લેધરનાં ગાદલાં અને ૨૫ કબાટો દર્દીઓ માટે દાનસ્વરૂપે આપવામાં આવેલ હતા.જે બદલ આત્મવિશ્વાસ વિદ્યાલયનાં મેનેજર શ્રી જયેશભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે અતુલ કંપનીનાં જનરલ મેનેજર શ્રી ગૌતમભાઈ દેસાઈ અને અતુલ ફાઉન્ડેશનનાં શ્રી અનુરાગ શ્રીવાસ્તવ હાજર રહ્યા હતા.

No comments