કેબીએસ કોમર્સ & નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ ખાતે ૫ દિવસીય મેનેજમેન્ટ ડેવેલપમેન્ટ પ્રોગ્રામ સંપન્ન થયો
અત્રે ચણોદ સ્થિત કેબીએસ કોમર્સ & નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપી માં કોલેજના સેલ્ફ - હેલ્પ ફોરમ અને એન્ટ્રપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) , અમદાવાદ ના સહયોગ હેઠળ આયોજિત તથા MSME ભારત સરકાર દ્વારા સ્પોન્સરશીપથી ૫ દિવસીય મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ખુબ સફળ રીતે સંપન્ન થયો હતો. આ પ્રોગ્રામમાં મુખ્ય વક્તા સદર કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણ તેમજ આસી. પ્રોફેસર ડૉ. યતિન વ્યાસ, ડૉ. કૃષ્ણા રાજપૂત, ડૉ. ભરત દીક્ષિત, મીસ. શિવાલી ગજરે, શ્રી જીગ્નેશ પારેખ, ડૉ. પ્રફુલ્લ ઠક્કર તેમજ ડૉ. દિપક સાંકીએ વિવિઘ વિષયો પર તેમનું વકત્વ્ય આપી ભાગ લીઘેલ તમામ વિધાર્થીઓને લઘુ ઉદ્યોગ વ્યવસાય માટે પ્રેરિત કર્યા હતા. સમગ્ર પ્રોગ્રામ ઈવેન્ટ મેનેજમેન્ટ સેલ્ફ - હેલ્પ ફોરમ ક્લબ ના કો- ઓર્ડિન્ટર ડૉ. દિપક સાંકી તથા EDII કો- ઓર્ડિન્ટર શ્રી પતંજલીકુમાર ચૌઘરી તથા રાજ કોથાડીયા એ સફળ સંચાલન અને વ્યવસ્થા માટે ખુબજ જહેમત ઉઠાવી હતી. આમ સમગ્ર વિધાર્થીઓનો મેનેજમેન્ટ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ સફળ રહેતા કૉલેજનાં આચાર્યશ્રી ડૉ. પૂનમ બી. ચૌહાણે EDII, MSME, તમામ વક્તાઓ તથા અને પ્રોજેકટ ઓફિસર તથા પાર્ટીસીપેન્ટ્સનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.

No comments