કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં હેન્ડબોલ ભાઈઓની ટીમનું વેસ્ટઝોન ઈન્ટર યુનિવર્સિટી સિલેકશન યોજાયુ
વાપી:- અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજ વાપી ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત, સ્પોર્ટ્સ ડિપાર્ટૅમેન્ટ અંતર્ગત હેન્ડબોલનું સિલેકશન યોજવામાં આવ્યુ હતું. જેમાં યુનિવર્સિટીની વિવિઘ કોલેજમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીઘો હતો. જેમાંથી ૧૨ ખેલાડી મિત્રોએ ઉત્કૃષ્ઠ દેખાવ કરતાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ટીમમાં સિલેકશન થયુ હતું. જેમાં સદર કોલેજના વિઘાર્થીઓ ૧. સુજલ માલી (S.Y.B.Com) ૨. તિવારી વિનિત (S.Y.B.Com) તથા સ્ટેન્ડ બાયમાં આકાશ તિવારી પસંદગી પામ્યા હતા. જેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,રાજકોટ ખાતે ઈન્ટર યુનિવર્સિટી સ્પર્ઘામાં ભાગ લઈ સદર યુનિવર્સિટીની ટીમનું પ્રતિનિઘિત્વ કરશે. સિલેકશના ઉદૂઘાટન સમયે કોલેજના આચાર્યશ્રી ડો. પૂનમ બી. ચૌહાણ હાજર રહી ખેલાડી મિત્ર ખેલ ભાવના રાખી જીવનમાં આગળ વઘવાની શુભેચ્છા પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રોગ્રામમાં સદર કોલેજ કેમ્પસના ડાયકટરશ્રી ડો. સી. કે. પટેલ સાહેબ પણ હાજર રહ્યા હતા. સિલેકશનમાં સિલેકટર તરીકે યુનિવર્સિટી તરફથી ડો. જીગ્નેશ ટંડેલ કે.પી. કોમર્સ કોલેજ સુરત અને ડો. મયુર પટેલ કે.બી.એસ. કોમર્સ એન્ડ નટરાજ સાયન્સ કોલેજ વાપીએ સેવા બજાવી હતી. યજમાનની સમગ્ર વ્યવસ્થા શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાઘ્યાપક ડો. મયુર પટેલ, રોહિત સિંગ તેમજ સ્પોર્ટ્સ કમિટીના સભ્ય ડો. ખુશ્બુ દેસાઈએ સેવા આપી હતી. આમ સમગ્ર યુનિવર્સિટીમાં યજમાનની તક મળતા અને સફળ આયોજન તેમજ સદર કોલેજના ખેલાડી મિત્રો પણ સિલેકટ થતા કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે ખેલાડી મિત્રોનો તથા ડો. મયુર પટેલનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ કોલેજનું નામ રોશન કરવા અને જીવનમાં ઉજ્જ્વળ ભવિષ્ય બનાવી શકે તેવી શુભેચ્છા પાઠવી હતી.

No comments