Translate

વલસાડ જિલ્લામાં તા. ૧૫ થી ૧૮ મે સુધી વીજળી અને મેઘગર્જના સાથે કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા તા. ૧૫ થી ૧૮ મે ૨૦૨૪ દરમિયાન વલસાડ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ વીજળી અને મેઘગર્જના સાથે ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાને લઈ જિલ્લામાં ખુલ્લામાં રહેલી ખેત પેદાશો તેમજ અનાજના જથ્થાને પરિવહન દરમિયાન કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ વરસાદના કારણે નુકશાની ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા તેમજ તે અંગે તકેદારીના પગલા લેવા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે. 

No comments