Translate

વલસાડ જિલ્લામાં આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી

 


ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી સૂચના મુજબ, ભારતીય હવામાન વિભાગે દ્વારા તા. ૨ અને ૩ માર્ચ ૨૦૨૪ દરમિયાન વલસાડ જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાને લઈ જિલ્લામાં ખુલ્લામાં રહેલી ખેત પેદાશો તેમજ અનાજના જથ્થાને પરિવહન દરમિયાન કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ કમોસમી વરસાદના કારણે નુકસાની ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા તેમજ તે અંગે તકેદારીના પગલા લેવા નિવાસી અધિક કલેકટર દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.  

No comments