વલસાડની એન એચ શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ યુનિવર્સીટી એથ્લેટીક્સ મીટમાં ૧૩ મેડલ જીત્યા
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા ૨૦૨૪ એથ્લેટીક્સ મીટનું ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ થી ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી આયોજન થયું હતું. ૫૦ મી યુનિવર્સીટી એથ્લેટીક્સ મીટ ૨૦૨૩-૨૪ માં શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ, વલસાડના ૨૦ જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ એથ્લેટીક્સ મીટ માં ભાગ લીધો હતો. જેમાં ૧૩ જેટલા વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીઓ:
૧) હરીખેન સિંઘ - ટ્રીપલ જમ્પ - ભાઈઓ - કોમર્સ કોલેજ - સિલ્વર મેડલ, ૨) અનીતા ડોકિયા - ૪૦૦મીટર હર્ડલ (બહેનો ) - સિલ્વર મેડલ, ૩) શિવાની,અનિતા,સાક્ષી,મૈત્રી - ૪ X ૧૦૦ મીટર (બહેનો) - સિલ્વર મેડલ, ૪) શિવાની,અનિતા,સાક્ષી,મૈત્રી - ૪ X ૪૦૦ મીટર (બહેનો) - સિલ્વર મેડલ, ૫) શિવાની,અનિતા,સાક્ષી,મૈત્રી - ૧૧૦ મીટર હર્ડલ (બહેનો) - બ્રોન્ઝ મેડલ, ૬) પંકજ ગવલી - ૮૦૦ મીટર રન (ભાઈઓ ) - બ્રોન્ઝ મેડલ, ૭) રોહિત ઝા - ડિસ્કસ થ્રો (ભાઈઓ) - બ્રોન્ઝ મેડલ
આ સર્વ વિદ્યાર્થીઓ યુનિવર્સીટી એથ્લેટીક્સ મીટમાં બહુ સફળ રીતે યુનિવર્સીટી લેવલ પર વિવિધ મેડલ મેડલ મળવા બદલ આચાર્ય ડૉ.ગિરીશકુમાર રાણાએ સર્વ વિદ્યાર્થીઓને ખુબ અભિનંદન આપ્યા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં રાષ્ટ્રીય કક્ષાએ જાય એવી શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓને શ્રી નૂતન કેળવણી મંડળ વલસાડના ટ્રસ્ટીઓ ચેરમેન સ્વાતિબેન લાલભાઈ, મંત્રી કિર્તીભાઈ દેસાઈ, તેમજ આસિસ્ટન્ટ સેક્રેટરી અનિશભાઇ શાહે પણ શુભેચ્છા પાઠવી હતી.
આ સ્પર્ધામાં કોલેજના ખેલકૂદ પ્રો. એમ. કે. પટેલને આચાર્યશ્રીએ ખુબ અભિનંદન આપ્યા અને એમની મહેનતને બિરદાવી હતી. કોલેજના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. આવનારા દિવસોમાં શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોકલે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.


No comments