Translate

જિલ્લાના ખેડૂતોએ સ્માર્ટફોનની ખરીદીમાં સહાય માટે i–ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવી

 


      વલસાડ જિલ્લાના ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદીમાં સહાય આપવાની યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ મેળવવા i-ખેડુત પોર્ટલ તારીખ ૦૯/૦૧/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઈન કરવાની રહેશે, જેને ધ્યાને લઈ જિલ્લાના ખેડૂતોએ આ ઘટકોમાં લાભ મેળવવા માંગતા હોય તો સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવી. પૂર્વ મંજૂરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાના રહેશે.

No comments