વલસાડ ખાતે અગ્રવાલ સમાજ દ્વારા વિવિધ રમતો નું કરાયું આયોજન
વલસાડ માં અગ્રવાલ સમાજ દ્વારા સમાજ ના બાળકો, મહિલાઓ અને યુવાનો માટે વિવિધ રમતો નું ભવ્ય આયોજન વલસાડ નગરપાલિકા ના સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રવાલ સમાજ ના યુવા પ્રમુખ મુકુલરાજ અગ્રવાલ એ માહિતી આપતા જણવ્યું હતું કે, અગ્રવાલ સમાજ ના લોકો માટે વિવિધ રમતો નું આયોજન કરવા માટે નો મુખ્ય હેતુ અગ્રવાલ સમાજ ના લોકો ને એક મંચ પર રખાવ માટે તેમજ સમાજ ના લોકો ને એકત્રિત કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 2 વર્ષના નાના બાળકો થી લઈને 7 વર્ષ ના બાળકો માટે ની રમતો તેમજ યુવાનો અને મહિલાઓ માટે ક્રિકેટ ટેબલ ટેનિસ,ચેશ, બેડમિન્ટન, લીંબુ ચમચી સહિતની અનેક રમતો રાખવામાં આવી હતી. અને આ પ્રસંગ ને સફળ બનાવવા માટે અગ્રવાલ સમાજ ના પ્રમુખ મુકુલરાજ અગ્રવાલ, સેક્રેટરી વિરલ અગ્રવાલ, ખજાનચી પ્રતીક અગ્રવાલ, ઉપ પ્રમુખ અમિત અગ્રવાલ, ક્રિષ્ના અગ્રવાલ, જીગ્નેશ જૈન સહીત અગ્રવાલ સમાજ ના સર્વ પરિવા અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



No comments