નવસારીના આલીપોર બ્રિજ પર કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત, ચારના મોત-બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ! કારનું ઊડી ગયું છાપરું
ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે. જેમાં કેટલીકવાર ગમ્ખવાર અને ખૌફનાક અકસ્માતમાં કેટલાક લોકો મોતને ભેટે છે, જ્યારે કેટલાક ગંભીર ઇજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે હાલમાં નવસારીમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ચારના મોત થયા છે અને બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. નવસારીના આલીપોર બ્રિજ પર કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત થતા 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ અકસ્માત એવો જોરદાર હતો કે કારનું તો છાપરુ જ ઉડી ગયુ હતુ.
પ્રાપ્ત વિગતો અનુસાર, આલીપોર બ્રિજ પર કાર અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર ટક્કર થઈ અને આ ટક્કર એટલી ભયંકર હતી કે ઘટના સ્થળે જ 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં જયારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. 4 લોકોના મોત થતા પરિવારમાં પણ માતમ છવાઈ ગયો છે. ત્યારે ઇજાગ્રસ્ત 2 લોકોને તાત્કાલિક અસરથી સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
કારમાં સવાર યુવકો બેન્કોકથી મુંબઈ એરપોર્ટ આવ્યા હતા અને તેઓ કાર લઈ સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. ચીખલી હાઈવે પર અકસ્માત સર્જાતા હાઈવે લોહિયાળ બન્યો હતો. કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે ટક્કર થતા 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં જ્યારે 2 લોકોને ગંભીર ઈજા પહોંચી. ઘટનાની જાણ થતા જ નવસારી ડીવાયએસપી સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.



No comments