Translate

વલસાડ જિલ્લામાં ચાઈનીઝ માંઝા/નાયલોન/પ્લાસ્ટીક દોરી, સ્કાય લેન્ટર્સના ઉપયોગ પર પ્રતિબંધ

 જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વની ઉજવી થનાર છે, જેમાં પતંગ ઉડાવવા માટે વિવિધ પ્રકારની હાનિકારક દોરીનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે આમજનતા તથા પશુ-પક્ષી ગંભીર રીતે ઘવાતા ગંભીર ઈજાના કારણે મૃત્યુ થવાના કેસો પણ નોંધાયેલા છે.



આ બાબતે નામદાર હાઈકોર્ટ તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ધ્વારા તેઓના વખતો વખતના આદેશથી ચાઈનીઝ તુકકલ (સ્કાય લેન્ટર્ન), ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલી દોરી તથા પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉપયોગ તથા વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે અંગે અત્રેથી પણ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ તા. ૪/૦૧/૨૦૨૩ના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરી ચાઈનીઝ તુક્કલ(સ્કાય લેન્ટર્ન),ચાઈનીઝ માંઝા,પ્લાસ્ટીક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલી દોરી તથા પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉપયોગ તથા વેચાણ ઉપર પ્રતિબંધ મુક્વામાં આવ્યો છે, તેમ છતાં પણ જો કોઈ નાગરીક વલસાડ જિલ્લામાં ચાઈનીઝ તુકકલ(સ્કાય લેનટર્ન), ચાઈનીઝ માંઝા,પ્લાસ્ટીક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલી દોરી તથા પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરશે કે વેચાણ કરશે કે સંગ્રહ કરશે તો પર્યાવરણ સુરક્ષા ધારો ૧૯૮૬ તથા પ્રાણી પર ક્રુરતા નિવારણ ધારો-૧૯૬૦ તથા વન્યજીવન સંરક્ષણ ધારો-૧૯૭૨ તેમજ ભારતીય ફોજદારી ધારો-૧૮૬૦ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની સર્વેને નોંધ લેવા વલસાડ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ એ.આર.જહાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.


No comments