Translate

વલસાડ કાંપરી ફાટક 3 દિવસ બંધ

 


વલસાડ નજીક કાંપરી રેલવે ફાટક પર આરઓબીના કામ માટે રેલવે દ્વારા 3,6 અને 7 જાન્યુઆરીએ કુલ 3 દિવસ બંધ રાખવામાં આવી રહી છે.જેને લઇ આ ફાટક પરથી પસાર થનારા વાહનોને ગુંદલાવ અને ધરમપુર ચોકડીથી વલસાડ આવવા જવા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

વલસાડ ડુંગરી રેલવે સ્ટેશન વચ્ચે કાપંરી ફાટક એલસી નં.101 રેલવે ઓવરબ્રિજ પર ડીએફસીસીઆઇએલ અંતર્ગત રનિંગ રેલવે ટ્રેક ઉપર કમ્પોઝિટ ગર્ડર લોન્ચ કરવાની કામગારી 3 જાન્યુઆરીએ તથા 6થી 7 જાન્યુઆરીના રોજ હાથ ધરાનાર રહી છે.જેને લઇ વલસાડ આવતા જતાં તમામ પ્રકારના વાહનોને પસાર થવા ડાવર્ઝન આપવામાં આવ્યું છે.

સુરતથી આવતા જતા વાહનોને નેશનલ હાઇવેથી વલસાડ આવવા જવા માટે ગુંદલાવ ચોકડી થઇ વલસાડ છીપવાડ ગરનાળા થઇ વલસાડ આવવુ કે જવુ પડશે.આ સાથે ધરમપુર ચોકડી થઇ વલસાડ આરઓબી સાઇલીલા મોલ થઇને આવવુ કે જવું પડશે.મુંબઇથી આવતા જતા વાહનોને નેશનલ હાઇવેથી વલસાડ આવવા જવા માટે નેશનલ હાઇવેના અતુલ ચોકડી બ્રિજના નીચે થઇ અતુલ પારનેરાપારડી હનુમાન મંદિરથી વલસાડ રેલવે ઓવરબ્રિજ પરથી આવવા જવાનું રહેશે આ ઉપરાંત મુંબઇ તરફથી વલસાડ આવવા કે જવા માટે ધરમપુર ચોકડી થઇ વલસાડ આવવું પડશે.

No comments