Translate

વલસાડ : થર્ટી ફર્સ્ટને લઈ પોલીસની બાજનજર

 વલસાડમાં થર્ટી ફર્સ્ટ અને ન્યુયરને લઈ પોલીસ કડકકાઈથી ચેકિંગ હાથ ધરશે. વલસાડ જિલ્લામાં આવેલી આંતર રાજ્ય 32 ચેકપોસ્ટ અને જિલ્લાની 39 ચેકપોસ્ટ ઉપર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા બ્રેથ એનેલાઈઝર મશીન વડે લોકોને ચકાસવામાં આવશે. દારૂનો નશો કરીને ગુજરાતમાં આવતા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દારૂના નશામાં ગુજરાતમાં પ્રવેશતા લોકોને અટકાવવા જિલ્લા પોલીસ દ્વારા 32 આંતર રાજ્ય ચેકપોસ્ટ અને 39 અન્ય ચેકપોસ્ટ બનાવી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કડકાઇથી ચેકિંગ હાથ ધરવામાં આવશે.



વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ન્યુ યર પાર્ટી દરમિયાન દારૂનો નશો કરીને આવતાં લોકોને અટકાવવા માટે પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં LCB અને SOG દ્વારા ફાર્મ હાઉસ અને બંગલાઓમાં થનારી નાઈટ પાર્ટી ઉપર બાજનજર રખાશે. 31 ડિસેમ્બરે પાર્ટીની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો ઉપર વાહન ચેકિંગ સાથે અન્ય રાજ્યોમાંથી આવતાં લોકોનું બ્રેથ એનેલાઈઝર વડે ચેક કરી દારૂના નશામાં આવતા તમામને ઝડપી પાડવામાં આવશે


1 comment:

  1. આ ગધેડા ઓ ને કહો તમારી રહેમ નજર હેઠળ જે ગામડાઓમાં એમની કૃપાથી દારૂ મળે છે એમને પેહલા પકડો અને ગુનો નોંધી સજા કરો..એક માના પેટના હો તો

    ReplyDelete