31st ના પૂર્વ સંધ્યાએ પારડી પોલીસનો સપાટો-કલસર ચેક પોસ્ટ પરથી પિધ્ધરોને ઝડપી લેતા દારૂના શોખીનોમાં ફફડાટ
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તેમજ મહારાષ્ટ્રમાં ન્યુ ઇયર પાર્ટીના નામે દારૂની મહેફિલ ચાલતી હોય છે. આવી પાર્ટીમાં દારૂની મહેફિલ માણી ગુજરાતમાં આવતા પીધેલાઓને અટકાવવા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પૂરતી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા કલસર પતલિયા ચેકપોસ્ટ ઉપર 30 ડિસેમ્બરથી પોલીસની ટીમે કડકાઇથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. પહેલા દિવસે માત્ર 2 કલાકના વાહન ચેકીંગમાં 70થી વધુ પીદ્ધડોને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરતા દમણથી દારૂનો નશો કરીને બહાર જતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
જિલ્લામાં આવેલી આંતર રાજ્ય 32 ચેકપોસ્ટ અને જિલ્લાની 39 ચેકપોસ્ટ ઉપર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા 30 ડિસેમ્બરથી જ બ્રેથ એનેલાઈઝર મશીન વડે કડક ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં આજે 70થી વધુ પીધેલાને સાંજે 7 વાગ્યા સુધીમાં ઝડપી પાડયા હતા. અચાનક પોલીસનું કડક ચેકીંગ જોઈને દમણથી વલસાડ જિલ્લામાં પ્રવેશતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વલસાડ જિલ્લાની પારડી પોલીસની ટીમે માત્ર 2 કલાકના વાહન ચેકીંગમાં કલસર પાતલિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચાલકની બ્રેથ એનલાઈઝર વડે ચકાસણી કરવામાં આવતા 70 લોકોને દારૂના નશામાં ઝડપી પાડયા હતા. તમામ લોકોને પારડી હાઇવે ઉપર પ્રજાપતિ વાડીમાં મેડિકલ અને કાયદેસર કાર્યવાહી કરવા લાવવામાં આવ્યા હતા. તમામના કોવિડ ટેસ્ટ અને મેડિકલ કરવી તમામ વિરુદ્ધ અલગ અલગ FIR નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પારડી પોલીસની ટીમે કલસર પ પાતલિયા ચેકપોસ્ટ ઉપર પસાર થતા તમામ વાહનો કાર, બાઈક, રીક્ષા કંપનીની બસો સહિત કડકાઈથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.


Very good work done by the police but tell them this should be continued for whole year.Is they have a courage to do this?or only for specially 31 only.
ReplyDelete