વલસાડના તડકેશ્વર ગ્રાઉન્ડમાં ગતરાત્રે ખૂબ જ ભવ્ય જેસીઆઈ વલસાડ અને સંસ્કાર ઇવેન્ટ દ્વારા ફૂડ કાર્નિવલ 3.0 નું આયોજન થયું હતું
વલસાડ શહેરમાં ખૂબ જ ભવ્ય ફૂડ કાર્નિવલ 3.0 નું આયોજન જે.સી.આઈ વલસાડ અને સંસ્કાર ઇવેન્ટ દ્વારા તડકેસ્વર ગ્રાઉન્ડમાં યોજાયું હતું , જેના ટાઇટલ સ્પોન્સર છે સી. ડી. એસ (ચાર્લી ચીકી)
અને આ ભવ્ય પ્રોગ્રામ માં વલસાડ શહેરના ખાણી પીણી તેમજ ધંધાકીય ક્ષેત્રના ૬૫ જેટલા સ્ટોલ ધારકોએ ભાગ લીધો હતો અને ખૂબ જ મોટી સંખ્યામાં વલસાડ શહેર વાસીઓની હાજરી જોવા મળી હતી. આ ફૂડ કાર્નિવલ 3.0 ના ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડના સી.ડી.એસ અને ચાર્લી ચિકના ઓનર શ્રી નૈલેશભાઈ સાવલા અને શ્રી શૈલેષભાઈ સાવલા ઉપસ્થિત રહ્યા હતા અને જે.સી.આઈ. ઝોન 8 પ્રેસિડન્ટ જે.સી. અનંત ભરૂચા ઉદઘાટક તરીકે હાજરી આપી પ્રસંગને દીપાવ્યો હતો. આ ઉપરાંત ઝોન વાઈસ પ્રેસિડેન્ટ જે.એફ.એસ. કિંજલ શાહ, ઝોન ડિરેક્ટર પ્રોગ્રામ જેસી લલિત બલદાણીયા, ઝોન ડાયરેક્ટર ટ્રેનિંગ જે.સી અંકિતા ભટ્ટ, ઝોન ડાયરેક્ટર પી.આર. & માર્કેટિંગ જેસી તેજસ તરપડા પણ હાજર રહી પ્રસંગને વખાણ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા જે. સી.આઈ વલસાડ ના પ્રેસિડેન્ટ એચ.જી.એફ સાહિલ અશોક દેસાઈ,વી.પી પ્રોગ્રામ જેસી રાહુલ મિસ્ત્રી, પ્રોજેક્ટ ડિરેક્ટર પાસ્ટ ઝોન ઓફિસર જેસી દીપેશ શાહ, વી.પી બિઝનેસ જેસી મહાવીર શાહ, પ્રોજેક્ટ ચેર પર્સન જેસી એચ.જી.એફ ક્રિંજલ વણકર, જેસી પ્રણવ દેસાઈ કો. પ્રોજેક્ટ ચેર પર્સન જેસી હિત દેસાઈ. જેસી ચેતના રાઠોડ દ્વારા ખૂબ જહમત ઉઠાવવામાં આવી હતી.
જેસી મિસા ગાંધી અને જેસી હિત દેસાઇ દ્વારા સમગ્ર પ્રોગ્રામનું સફળ સંચાલન કરવામાં આવ્યું.
આ ભવ્ય પ્રોગ્રામ તારીખ ૨૪,૨૫ ડિસેમ્બર 2022 ક્રીસમસના દિવસ સુધી રહેશે.




No comments