સુરત ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પી.વી. શર્મા ‘આપ’માં જોડાયા. | સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીના ગઢ સુરતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યું મોટું ગાબડું.
સી.આર. પાટીલની નજીક ગણાતા પી.વી. શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાયા.
સુરત શહેરના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ, પૂર્વ કોર્પોરેટર, વોટર કમિટીના પૂર્વ અધ્યક્ષના રૂપમાં ફરજ નિભાવી ચૂકેલ પી.વી. શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાયા.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ડૉ.સંદીપ પાઠકના હસ્તે ખેસ પહેરીને પી.વી. શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાયા.
જે લોકો ઈમાનદાર છે અને જનતાની સેવા કરવા માંગે છે તે બધા જ લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: આપ
27 વર્ષના કુશાસનથી ગુજરાતની જનતા હવે કંટાળી ગઈ છે: આપ
જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે, એમ એમ ભાજપમાં આમ આદમી પાર્ટીના નામ નો ડર વધુમાં વધુ ફેલાઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલજીની જનતા માટે કામ કરવાની કામની રાજનીતિથી ગુજરાતના લોકો પ્રભાવિત થઇ રહ્યા છે. અને ચારો તરફ બસ એક જ અવાજ આવી રહ્યો છે કે બસ હવે પરિવર્તન જોઈએ છીએ. 27 વર્ષના કુશાસનથી ગુજરાતની જનતા હવે કંટાળી ગઈ છે. એટલે પરિવર્તનને સાકાર કરવા માટે ગુજરાતના લોકો રોજે રોજ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં જોડાઈને લોકો જનકલ્યાણના કાર્યોમાં સમાજસેવકો પોતાનું યોગદાન આપવા માંગે છે.
જે કામો આમ આદમી પાર્ટીએ પહેલેથી જ દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યા છે તેને જોતા આજે ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીની ગેરંટીઓ પર વધુ વિશ્વાસ આવી રહ્યો છે. લોકો સમજી ગયા છે કે સત્તા બદલવી અને સુશાસન સ્થાપિત કરવું એ એમના જ હાથમાં છે. આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈને સમગ્ર ગુજરાતમાં દરેક જાતિ-ધર્મ અને દરેક વર્ગના લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે ભાજપ-કોંગ્રેસ જેવી પાર્ટી તથા બીજી સામાજિક સંસ્થાઓના આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે કારણ કે જે પણ લોકો ઈમાનદાર છે અને જનતાની સેવા કરવા માંગે છે તે બધા જ લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને જનતાની સેવા કરી રહ્યા છે.
સુરત શહેરના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પી.વી. શર્મા અરવિંદ કેજરીવાલજીની જનતા માટે કામ કરવાની રાજનીતિથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પી.વી. શર્મા ભાજપના પૂર્વ કોર્પોરેટર, વોટર કમિટીના પૂર્વ અધ્યક્ષ, ગુજરાત રાજ્યના એક્ઝીક્યુટીવ મેમ્બર, આર્ટસ અને કલ્ચરના નેશનલ એક્ઝીક્યુટીવ મેમ્બર પણ રહી ચુક્યા છે. પી.વી. શર્માએ બ્લડ ડોનેશન જેવા સમાજસેવાના પણ ઘણા કાર્યો કર્યા છે. આમ આદમી પાર્ટી પરિવાર પી.વી. શર્માનું સ્વાગત કરે છે.
સુરત શહેરના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પી.વી. શર્મા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ડૉ.સંદીપ પાઠકના હસ્તે વિધિવત રીતે આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.
આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં એક મજબૂત વિકલ્પ તરીકે પોતાની ઓળખ ઊભી કરી દીધી છે. આમ આદમી પાર્ટીને જનતા તરફથી પણ પ્રચંડ સમર્થન મળી રહ્યું છે જેનાં આધારે આજે ચૂંટણી યોજાય તો પણ જનતા આમ આદમી પાર્ટીને ગુજરાતની સત્તા સોંપવા માટે તૈયાર છે. આજે ગુજરાતના દરેક વર્ગનાં, સમાજના, જાતિના, ધર્મના અને દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી ખેડૂતો, યુવાનો અને મહિલાઓની પહેલી પસંદ બની છે. સમાજસેવાનાં હેતુસર આજે આમ આદમી પાર્ટીમાં અન્ય પાર્ટીઓનાં ઈમાનદાર લોકો પણ જોડાઈને જનતાની સેવા કરવા માટે આગળ આવી રહ્યા છે.

No comments