Translate

વલસાડ જિલ્લામાં 3498 મતદારોને પોસ્ટલ બેલેટ ઈસ્યુ કરાયા, 1547એ મતદાન કર્યુ --- બાકી રહેલા મતદારો સ્વંય તા. 1 ડિસેમ્બરે બુથ પર જઈ પોતાનો મત આપશે

 


ગુજરાત વિધાન સભા ચૂંટણી -2022 અંતર્ગત વલસાડ જિલ્લામાં તા. 1 ડિસેમ્બરના રોજ 5 વિધાનસભા સીટ પર મતદાન થનાર છે. આ પાંચ સીટ પર કુલ 35 ઉમેદવારો મેદાનમાં છે. મતદાનના દિવસે 80 વર્ષથી વધુ વયના મતદારો, દિવ્યાંગ મતદારો, સર્વિસ વોટર્સ અને પોલિંગ સ્ટાફ મળીને કુલ 42774 મતદારો નોંધાયેલા છે. જે પૈકી 30850 મતદારોને ફોર્મ 12-ડી જારી કરાયા હતા. જેમાંથી 3466 મતદારોને પોસ્ટલ બેલેટ ઈસ્યુ કરાયા હતા. જેમાંથી 1521 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. આ ઉપરાંત આવશ્યક ફરજ પરના 303 કર્મચારીઓને 12 ડી ઈસ્યુ કરાયા હતા. જેમાંથી 32 કર્મીઓને પોસ્ટલ બેલેટ ઈસ્યુ કરાયા હતા. જેમાંથી 26 કર્મીઓએ મતદાન કરી તેમના મતાધિકારની ફરજ અદા કરી હતી.   

વલસાડ જિલ્લામાં 178-ધરમપુર, 179, વલસાડ, 180 પારડી, 181 કપરાડા અને 182 ઉમરગામ મળી કુલ 5 વિધાનસભા સીટ પર તા. 1 ડિસેમ્બરે સવારે 8 થી સાંજે 5 સુધી મતદાન થનાર છે. જેમાં કુલ 13,29,239 મતદારો 1395 મતદાન મથક ઉપર મતદાન કરશે. હાલમાં પોસ્ટલ બેલેટથી મતદાનની કામગીરી જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા ચાલી રહી છે. જે મુજબ 178- ધરમપુર બેઠક પર 80 વર્ષથી વધુ વયના 4613 મતદારોમાંથી 3553 મતદારોને ફોર્મ 12-ડી ઈસ્યુ કરાયા હતા. જેમાંથી પોસ્ટલ બેલેટ 86 મતદારોને ઈસ્યુ થતા તમામ 86 લોકોએ મતદાન કર્યું છે. 179-વલસાડ સીટ પર 5903 મતદારોમાંથી 5903ને ફોર્મ 12 ડી ઈસ્યુ કરાયા હતા. જેમાંથી પોસ્ટલ બેલેટ 127ને ઈસ્યુ થતા તમામ 127એ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ હતું. 180- પારડી બેઠક પર 4339 મતદારો તમામ 4339 મતદારોને ફોર્મ 12-ડી ઈસ્યુ કરાયા હતા. જેમાંથી 152ને પોસ્ટલ બેલેટ જારી કરાતા 146એ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ હતું. 181 કપરાડા બેઠક પર નોંધાયેલા 4974 મતદારોમાંથી તમામ 4974 મતદારોને ફોર્મ 12-ડી ઈસ્યુ કરાયા હતા. જેમાંથી 276ને પોસ્ટલ બેલેટ ફાળવાતા તમામ 276એ મતદાન કર્યું હતું. 182- ઉમરગામ બેઠક પર નોંધાયેલા 4841 તમામ મતદારોને ફોર્મ 12 ડી ઈસ્યુ કરાયા હતા. જેમાંથી 114ને પોસ્ટલ બેલેટ ઈસ્યુ થતા 99એ તા. 26 નવેમ્બર સુધીમાં મતદાન કર્યુ છે. 

દિવ્યાંગ મતદારોની વાત કરીએ તો 178- ધરમપુર બેઠક પર 1494 નોંધાયેલા છે. જેમાંથી 1374ને ફોર્મ 12-ડી ઈસ્યુ કરાયા હતા. જેમાંથી 10ને પોસ્ટલ બેલેટ ઈસ્યુ થતા તમામ 10એ મતદાન કર્યુ છે. 179- વલસાડ બેઠક પર નોંધાયેલા તમામ 1258 મતદારોને ફોર્મ 12-ડી ઈસ્યુ કરાયા હતા. 12ને પોસ્ટલ બેલેટ ઈસ્યુ કરાતા 11 એ મતદાન કર્યુ હતું. 180 પારડી બેઠક પર નોંધાયેલા તમામ 1610ને ફોર્મ 12-ડી ઈસ્યુ કરાયા હતા. 12ને પોસ્ટલ બેલેટ ઈસ્યુ કરાતા તમામ 12 એ મતદાન કર્યું છે. 181 કપરાડા બેઠક પર નોંધાયેલા તમામ 1268 મતદારોને ફોર્મ 12-ડી ઈસ્યુ કરાયા હતા. જેમાંથી 29ને પોસ્ટલ બેલેટ ઈસ્યુ કરાતા તમામ 29એ મતદાન કર્યુ છે. 182 ઉમરગામ બેઠક પર નોંધાયેલા તમામ 1730 મતદારોને ફોર્મ 12-ડી ઈસ્યુ કરાયા હતા. જેમાંથી 12ને પોસ્ટલ બેલેટ ઈસ્યુ કરાતા 10એ તા. 26 નવેમ્બર સુધીમાં મતદાન કર્યુ છે.  

આવશ્યક ફરજ પર હાજર કર્મચારીઓ પર એક નજર કરીએ તો, 178 ધરમપુર બેઠક પર એક પણ કર્મચારી નથી. 179 વલસાડ બેઠક પર 27ને ફોર્મ 12-ડી ઈસ્યુ કરાયા હતા જે તમામને પોસ્ટલ બેલેટ પણ ઈસ્યુ કરાયા હતા જેમાંથી 23એ અત્યાર સુધીમાં મતદાન કર્યુ છે. 180 પારડી બેઠક પર 5ને ફોર્મ 12-ડી ઈસ્યુ કરાયા હતા. જેમાંથી 1ને પોસ્ટલ બેલેટ ઈસ્યુ કરાતા તેણે મતદાન કરી દીધુ છે. 181 કપરાડા બેઠક પર 3ને ફોર્મ 12-ડી ઈસ્યુ કરાયા છે. પરંતુ પોસ્ટલ બેલેટ કોઈને અપાયા નથી. 182- ઉમરગામ બેઠક પર 268ને ફોર્મ 12-ડી ઈસ્યુ કરાયા હતા. જેમાંથી 4ને પોસ્ટલ બેલેટ ઈસ્યુ કરાતા 2એ મતદાન કર્યુ છે. 

દેશની સેવામાં આર્મી,નેવી અને એરફોર્સમાં જોડાયેલા સર્વિસ વોટર્સના પોસ્ટલ બેલેટથી મતદાનની વાત કરીએ તો 178- ધરમપુર બેઠક પર નોંધાયેલા 53 મતદારો પૈકી તમામ 53ને પોસ્ટલ બેલેટ ઈસ્યુ કરાયા હતા. 179- વલસાડ બેઠક પર નોંધાયેલા 13 મતદારો પૈકી તમામ 13ને પોસ્ટલ બેલેટ ઈસ્યુ કરાયા હતા. 180 પારડી બેઠક પર નોંધાયેલા તમામ 15 મતદારોને પોસ્ટલ બેલેટ ઈશ્યુ કરાયા હતા. 182 ઉમરગામ બેઠક પર નોંધાયેલા તમામ 5 મતદારોને પોસ્ટલ બેલેટ ઈસ્યુ કરાયા હતા. આ ચારેય બેઠક પર હજુ સુધી એક પણ પોસ્ટલ બેલેટ ચૂંટણી તંત્રને મળ્યુ નથી. જ્યારે 181 કપરાડા બેઠક પર નોંધાયેલા 27 મતદારોને પોસ્ટલ બેલેટ ઈસ્યુ થયા હતા જેમાંથી 1એ મતદાન કર્યુ છે. 

ચૂંટણીની કામગીરીમાં જોતરાયેલા પોલિંગ સ્ટાફ પર એક નજર કરીએ તો, 178- ધરમપુર બેઠક પર નોંધાયેલા 1600 મતદારો પૈકી 247ને પોસ્ટલ બેલેટ ઈસ્યુ કરાતા 35એ મતદાન કર્યુ છે. 179- વલસાડ બેઠક પર નોંધાયેલા 2700 મતદારો પૈકી 1450ને પોસ્ટલ બેલેટ ઈસ્યુ થતા 380એ મતદાન કર્યુ છે. 180- પારડી બેઠક પર નોંધાયેલા 1903 મતદારો પૈકી એક પણ કર્મચારીને પોસ્ટલ બેલેટ અપાયા નથી. 181- કપરાડા બેઠક પર નોંધાયેલા 2749 મતદારો પૈકી 671 મતદારોને પોસ્ટલ બેલેટ ઈસ્યુ થતા 299એ અત્યાર સુધીમાં મતદાન કર્યુ છે. 182 ઉમરગામ બેઠક પર નોંધાયેલા 1679 મતદારો પૈકી 155ને પોસ્ટલ બેલેટ ઈસ્યુ થયા હતા પરંતુ તા. 26 નવેમ્બર સુધીમાં મતદાન થયું નથી.   

આ અંગે વલસાડ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહે જણાવ્યું કે, 80 થી વધુ વયના અને દિવ્યાંગ સહિતની કેટેગરીના જે પણ મતદારોને ફોર્મ 12 ડી ઈસ્યુ થયા હતા તેવા જે મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન નથી કર્યુ તેઓ તા. 1 ડિસેમ્બરે સ્વયં બુથ પર જઈ મતદાન કરશે એમ મતદારોએ તેમના વિસ્તારના બુથ લેવલ ઓફિસરોને રૂબરૂમાં જણાવ્યું છે.

No comments