ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા અસંગઠિત શ્રમયોગીઓ ની નોંધણી માટે બનાવેલ eshram પોર્ટલ www.eShram.gov.in પર જઈને આજે જ નોંધણી કરાવો અને ઈ- શ્રમ કાર્ડ વિનામૂલ્યે મેળવો
અસંગઠિત શ્રમયોગીમાં કોનો સમાવેશ થાય છે ?
અસંગઠિત શ્રમયોગીઓમાં બાંધકામ શ્રમયોગીઓ, સ્થળાંતરીત શ્રમયોગીઓ,ઘરકામ કરનાર, રસોઇ કરનાર, ઘરેલુ કામદારો, ખેત શ્રમયોગીઓ, સ્વરોજગાર ધરાવતા શ્રમયોગીઓ, ફેરીયાઓ, નાના દુકાનદારો, આશા વર્કર્સ, આંગણવાડી વર્કર્સ, માછીમારો, દૂધવાળા,ધોબી, મનરેગા અંતર્ગત કામ કરતા શ્રમયોગીઓ, રીક્ષા ચાલકો, મધ્યાહ્ન ભોજન યોજનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ અન્ય સબંધિત શ્રમયોગીઓનો સમાવેશ થાય છે.
💸E-SHARM કાર્ડ નાં ફાયદા 💸
• E-SHARM કાર્ડ પુરા ભારતમાં માન્ય રહેશે.
• PMSBY યોજના હેઠળ અકસ્માત વીમો મળશે.
• આકસ્મિક મૃત્યુ, કાયમી વિકલાંગતા પર રૂ.૨/- લાખ, આંશિક રીતે વિકલાંગ પર રૂ.૧/- લાખની સહાય મળશે.
• પાત્રતા ધરાવતા શ્રમિકના મૃત્યુ બાદ અંત્યેષ્ટિ માટે રૂ.૫૦૦૦/- ની સહાય મળશે.
• પાત્રતા ધરાવતા શ્રમિકને વિવિધ પ્રકારની સામાજિક સુરક્ષા લાભો મળશે.
• કેન્દ્ર અને રાજ્ય સરકારના યોજનાઓનું વિવિધ પ્રકારની સામાજિક સુરક્ષા લાભો મળવાપાત્ર.
• આપત્તિ અથવા મહામારી જેવી મુશ્કેલ પરિસ્થિતિ માં કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી મદદ મેળવવા આસાની રહેશે.
👮♂️👮♀️ઈ-શ્રમ પોર્ટલ પર કોણ નોંધણી કરાવી શકે?👮♀️👮♂️
• ૧૬ થી ૬૦ વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતા હોય.
• PF / ESIC નો લાભ મેળવતો ના હોય.
• આવકવેરો ભરતા નથી.
👨💻👨💻👨💻ઈ-શ્રમ પોર્ટલ પર ત્રણ પ્રકારે નોંધણી કરાવી શકાય.👨💻👨💻👨💻
• મોબાઇલ દ્વારા સેલ્ફ રજીસ્ટ્રેશન મારફત.
• કોમન સર્વિસ સેન્ટર મારફત.
• ઈ-ગ્રામ કેન્દ્રો મારફત.
🎫🎫ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી માટે કઇ વિગતો આપવી પડશે ? 🎫🎫
• આધાર કાર્ડ
• મોબાઇલ નંબર
• બેંકની વિગત

No comments