Translate

વલસાડ : સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપ દ્વારા તિરંગા સાથે પદયાત્રા

 


આજરોજ તારીખ 15 ઓગસ્ટ ના રોજ આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા દ્વારા આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થતા સ્વતંત્રતા દિવસ નિમિત્તે  વલસાડ જિલ્લા ની  વિવિધ વિધાન સભા વિસ્તારમાં  ધ્વજવંદન અને તિરંગા પદ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.  


આ કાર્યક્રમની   ઉજવણીમાં ભાગ લેવા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો  તથા કાર્યકર્તા મિત્રો મોટી સંખ્યા માં વાપી,વલસાડ,ધરમપુર,કપરાડા અને ઉમરગામ ખાતે  ઉપસ્થિત રહ્યા હતા જેમાં વલસાડ કાર્યાલય ખાતે ધ્વજવંદન જિલ્લા પ્રમુખ જીતુ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને વાપી માં લોક સભા પ્રમુખ ડૉ.રાજીવ પાંડે દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. અને વલસાડ જિલ્લા નાં.વિવિધ મોરચા નાં પ્રમુખ અને કાર્યકરો પણ જોડાયા હતા.



No comments