Translate

’ડ્રેગન ફ્રુટ’ના વાવેતરમાં સહાય મેળવવા I-Khedut પોર્ટલ પર ૮મી ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે


જિલ્લાના ખેડૂતોને ડ્રેગન ફ્રુટ “કમલમ ફળ”ની ખેતી કરવા માંગતા ખેડૂતોને વાવેતરમાં કરવા માટે સરકાર દ્વારા સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે.  આ યોજના અંતર્ગત બાગાયતી ખાતા દ્વારા કમલમ ફળના વાવેતર માટે સહાય યોજનાની અરજીઓ I-Khedut પોર્ટલ દ્વારા સ્વીકારવામાં આવી રહી છે. I-Khedut પોર્ટલ પર તા.૯-૭-૨૦૨૨થી તા.૮-૮-૨૦૨૨ સુધી સહાય મેળવવા માટે અરજી કરી શકાશે. ઓછામાં ઓછા ૨૦ ગૂંઠા અને વધુમાં વધુ ૧ હેકટર જમીન માટે ૨ વર્ષની મુદ્દત માટે સહાય મળશે. જેમાં એસસી-એસટીના લાભાર્થીને યુનિટ કોસ્ટ મુજબ રૂ. ૬ લાખ એટલે કે ૭૫ ટકા સબસિડી જ્યારે જનરલ કેટેગરીના લાભાર્થીઓઓને રૂ. ૩ લાખ એટલે કે ૫૦ ટકા સબસિડી મળશે. કમલમ ફળના વાવેતરમાં સહાય મેળવવા માટે નજીકના ઈ-ગ્રામ સેંટર (ગ્રામ પંચાયત) અથવા જિલ્લા બાગાયત કચેરીનો સંપર્ક કરી અરજી કરી શકાશે. અરજદારે અરજીની નકલ સાથે ૭/૧૨ અને ૮-અની નકલ, બેંક પાસબુક કે રદ્દ કરેલ ચેક, જાતિનો દાખલો અને આધારકાર્ડની નકલ દિન-૭માં નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૧, પહેલો માળ, વલસાડ ખાતે રૂબરુમાં જમા કરાવવી. વધુ વિગતો મેળવવા ફોન નંબર (૦૨૬૩૨)૨૪૩૧૮૩ પર સંપર્ક કરવો. એમ નાયબ બગાયત નિયામક દ્વારા જણાવાયું છે.

No comments