‘આપ’ના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા અને અન્ય નેતાઓએ વલસાડના પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફૂડ પેકેટ અને પીવાના શુદ્ધ પાણીનું વિતરણ કર્યું
ભાજપની ભૂલને કારણે વલસાડમાં લોકો હજુ પણ પૂર સામે ઝઝૂમી રહ્યા છેઃ મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટીએ આજે પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરી: મનોજ સોરઠીયા
ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ઘરે બેઠા છે અને માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરો પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદ કરવા ઉભા છેઃ મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા, રાષ્ટ્રીય પરિષદના સભ્ય રાકેશ હિરપરા, રાજ્ય મંત્રી રામ ધડુક અને અન્ય કાર્યકર મિત્રોએ વલસાડમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકોને મળ્યા હતા અને પૂરથી અસરગ્રસ્ત પરિવારો ની સમસ્યાઓ જાણી હતી. આ સાથે તેમણે ફૂડ પેકેટ અને સ્વચ્છ પીવાના પાણી નું વિતરણ કર્યું હતું. આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓએ જોયું કે હજુ પણ પૂર થી પીડિત લોકોને સરકાર તરફથી કોઈ મદદ મળી રહી નથી.
આ પ્રસંગે આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ગુજરાતમાં પૂરના કારણે ઘણું નુકસાન થયું છે, પરંતુ વલસાડ જિલ્લામાં સૌથી વધુ વિનાશ જોવા મળ્યો છે. આજે પણ વલસાડમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં પૂરના કારણે લોકોનું જનજીવન ખરાબ રીતે પ્રભાવિત છે. અમને આવા ઘણા પરિવારો વિશે જાણવા મળ્યું કે જેમની પાસે મર્યાદિત માત્રામાં ખોરાક અને પાણી ઉપલબ્ધ નહોતું. જેના કારણે આજે અમે વલસાડ ના પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ફૂડ પેકેટ અને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવ્યું છે.
મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું કે, આજે આ મુશ્કેલ પરિસ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ક્યાંય દેખાતા નથી. જનતાની સમસ્યાઓ ભાજપ અને કોંગ્રેસને ક્યારેય ચિંતા થતી નથી, તેથી જ તેઓ મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ માટે ક્યારેય મેદાનમાં ઉતરતા નથી. ભ્રષ્ટ ભાજપ સરકારની ખોટી નીતિઓ ને કારણે આજે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડમાં લોકોને જાનમાલનું નુકસાન વેઠવું પડી રહ્યું છે. પરંતુ આમ આદમી પાર્ટી દરેક મુશ્કેલીમાં લોકોની સાથે ઉભી છે.
આજે અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે અને અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે એ સાબિત થઈ ગયું છે કે ભાજપ પાસે કોઈ પ્રિ-મોન્સૂન પ્લાન નથી. અમને લાગે છે કે પ્રિ-મોન્સૂન ના નામે ભાજપે ભ્રષ્ટાચાર કરવાનું વિચાર્યું જ હશે, એટલે જ આજે સમગ્ર ગુજરાતમાં વરસાદને કારણે આવી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. દર વર્ષે વરસાદના કારણે પૂર આવે છે અને તે બાબતને રોકવા માટે તેઓએ ક્યારેય કોઈ પૂર્વ તૈયારીઓ કરી નથી એટલે જ દર વર્ષે લોકોને મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.
આજે ગુજરાતની જનતા જોઈ રહી છે કે કેવી રીતે ભાજપ અને કોંગ્રેસના લોકો ઘરોમાં છુપાયેલા છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને સતત ભોજન અને પાણી આપી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતે જે પણ પરિસ્થિતિ જોઈ છે, તે તમામ પરિસ્થિતિ ગુજરાતની જનતાને યાદ રાખશે. ગુજરાતની જનતા એ પણ યાદ રાખશે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં માત્ર આમ આદમી પાર્ટીના લોકો જ લોકો પાસે જાય છે અને તેમના દુ:ખમાં ભાગ લે છે અને મુશ્કેલ પરિસ્થિતિમાંથી તેમને મદદ કરે છે.






No comments